Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

પર્થ ટેસ્ટ : ભારતની કારમી હાર થતા કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ

પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉઠ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર ઓ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ છે. આજે મંગળવારના દિવસે ભારતીય ટીમ પ્રથમ સેશનમાં જ આઉટ થઇ ગઇ હતી. ભારતને આ ટેસ્ટ મેચ જીતવા માટે ચોથી ઇનિગ્સમાં ૨૮૭ રનની જરૂર હતી. પરંતુ ટીમ માત્ર ૧૪૦ રનમાં જ આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ઇનિગ્સમાં પાંચ વિકેટ લેનાર ઓફ સ્પીનર નાથન લિયોનની શાનદાર બોલિંગ સામે ભારતીય બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા. હવે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસથી મેલબોર્નમાં શરૂ થશે. બંને ટીમો હવે એક એક ટેસ્ટ મેચ જીતી શકી છે. આ શ્રેણી વધારે રોમાંચક બની ગઇ છે. પાંચમાં દિવસે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ત્યારે સ્કોર પાંચ વિકેટે ૧૧૨ રનનો હતો. જો કે ટીમના બાકીના બેટ્‌સમેનો કોઇ વધારે રન ઉમેરી શક્યા ન હતા. નિયમિત ગાળામાં ભારતીય બેટ્‌સમેનોએ વિકેટ ગુમાવી હતી. પર્થના નવા સ્ટેડિયમ ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી. વર્ષ ૨૦૧૪ બાદ ૧૨૪ પ્રયાસમાં માત્ર છ ટીમો જ ૨૦૦થી વધારે સ્કોર કરી શકી છે. એકંદરે ભારતીય ટીમે તો માત્ર બે વખત ૨૮૭ રનથી વધારેના લક્ષ્યાંકનો પીછો કરીને મેચ જીત છે. આજની હાર થતા ચાહકો નિરાશ થયા હતા. ટાર્ગેટ ભારત જેવી દુનિયાની સૌથી મજબુત ટીમ માટે વધારે ન હોવા છતાં એકપછી એક વિકેટ ઝડપથી ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત બીજી ટેસ્ટના ચોથા દિવસે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દિવસની રમત બંધ રહી ત્યારે ભારત પાંચ વિકેટે ૧૧૨ કરી શકી હતી. તેની હાર નિશ્ચિત દેખાઇ રહી હતી. આજે પહેલા સેશનમાં જ ટીમ ઇન્ડિયાના બાકીના બેટ્‌સમેનો આઉટ થઇ ગયા હતા. ચોથા દિવસે ભારતને જીત માટે ૧૭૨ રનની જરૂર હતી . હનુમા વિહારી ૨૪ અને ઋષભ પંત ૯ રન સાથે રમતમાં હતા. જો કે આજે અંતિમ દિવસે કોઇ વધારે સંધર્ષ ભારતીય ખેલાડી કરી શક્યા ન હતા. પર્થના નવા સ્ટેડિયમની પીચ પર બેટિંગ કરવી ખુબ જ મુશ્કેલ હતી. પીચથી બોલરોને બાઉન્સર અને ટર્ન મળી રહ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા ભારતનો શરૂઆતમાં દેખાવ ખુબ જ કંગાળ રહ્યો હતો. બીજી બેટિંગની શરૂઆતમાં જ લોકેશ રાહુલે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી તે શૂન્ય રને આઉટ થયો હતો. એડિલેડમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ચેતેશ્વર પુજારા પણ માત્ર ચાર રન કરીને આઉટ થયો હતો. પ્રથમ દાવમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થયો હતો તે માત્ર ૧૭ રન કરીને આઉટ થયો હતો. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. પર્થ ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે.

જાડેજાની પસંદગી ન કરાતાં કોહલીને અનેક પ્રશ્નો થયા
પર્થ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયાના હાથે ૧૪૬ રને હાર થયા બાદ ચાહકોમાં તથા નિષ્ણાતોમાં જોરદાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. બીજી ઇનિંગ્સના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આજે અંતિમ દિવસે ટીમ ૧૪૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમે જોરદાર બેટિંગ કરી છે. સાથે સાથે તેમની બોલિંગ પણ અસરકારક રહી હતી. તેમને પોતાના ચાર ઝડપી બોલરો પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ સ્પીનર ઉપર ઓછી અપેક્ષા હતી. આજ કારણસર જાડેજાની પસંદગી ઉપર વિચારણા કરવામાં આવી ન હતી. મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, અમે કેટલાક ક્ષેત્રોમાં સારો દેખાવ કરી શક્યા હતા પરંતુ અન્ય કેટલાક ક્ષેત્રમાં નિષ્ફળ પણ રહ્યા છે. કોહલીએ વિપક્ષી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાએ અમારા કરતા વધુ સારી રમત રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ જીતવા માટે હકદાર હતી. ભારતીય કેપ્ટને કબૂલાત કરી હતી કે, જો લક્ષ્ય ૩૦-૪૦ રન ઓછા રહ્યું હોત તો ફાયદો થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમે વધુ સારો દેખાવ કર્યો હતો. બોર્ડ ઉપર સ્કોર પણ સારો દેખાવ હતો. કોહલીએ પોતાના બોલરોના દેખાવને લઇને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. જાડેજાને કેમ તક આપવામાં આવી ન હતી તે અંગે પૂછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, અમે પીચને જોતા ચાર ઝડપી બોલરો પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ આ ગણતરી યોગ્ય સાબિત થઇ ન હતી. ઝડપી બોલરોને ફાયદો થશે તેમ લાગી રહ્યું હતું. નાથન લિયોને આ વિકેટ પર સારી બોલિંગ કરી હતી. ભુવનેશ્વરની જગ્યાએ ઉમેશને તક આપવાના મુદ્દે વિરાટે કહ્યું હતું કે, ભુવનેશ્વરે હાલમાં કોઇ વધારે મેચો રમી નથી. ઉમેશે છેલ્લી ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી હતી.

Related posts

લાલુ પરિવારની બેનામી સંપત્તિ વિશે ભાજપના સુશીલ કુમાર મોદીએ કર્યો મોટો ઘટસ્ફોટ

aapnugujarat

રાજસ્થાનના જાલોર, સિરોહી અને પાલીમાં પુરની પરિસ્થિતિ

aapnugujarat

कप्तान विराट की तरह बनना चाहते हैं पाकिस्तानी क्रिकेटर: यूनिस खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1