Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ શિવલિંગની સામે જ શાંતિ રાખવી પડશે : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ્સની સ્પષ્ટતા

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ મામલામાં સ્પષ્ટીકરણ જારી કર્યું છે. અમરનાથને લઇને જય જયકાર અને મંત્રોચ્ચાર પર પ્રતિબંધના પરિણામ સ્વરુપે ભાજપના વિરોધ બાદ એનજીટીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, અમરનાથમાં કોઇ સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો નથી. શ્રદ્ધાળુઓ માટે માત્ર કેટલીક સૂચના જારી કરવામાં આવી છે જેના ભાગરુપે શ્રદ્ધાળુઓને શિવલિંગની સામે શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. આ ગુફાના બીજા કોઇ હિસ્સામાં લાગૂ થશે નહીં. આ રીતે એક તરફની લાઇન રાખવામાં આવશે. એનજીટીએ કહ્યું છે કે, આ મુદ્દે ગુફાની પ્રવિત્રતાને ધ્યાનમાં લઇને જારી કરવામાં આવ્યો છે. આરતી અને અન્ય કોઇ વિધિ ઉપર કોઇ નિયમો લાગૂ કરવામાં આવ્યા નથી. અત્રે નોંધનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ યાત્રા ઉપર જય જયકાર, મંત્રોચ્ચાર પર પ્રતિબંધ મુકી દીધો હતો. બીજી બાજુ આને લઇને દેશભરમાં ભાજપમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. ભાજપે આને એન્ટી હિન્દુ એજન્ડા તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ યાત્રા દરમિયાન જય જયકારના નારા લગાવવા અને મંત્રોના ઉચ્ચારણ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો હતો. એનજીટીએ અમરનાથને સાયલેન્ટ ઝોન જાહેર કરવાનો આદેશ આપીને કહ્યું હતુ કે, આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિથી ખુબ જ સંવેદનશીલ છે. આ વિસ્તારમાં ગ્લેશિયરોની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇને અહીં હોબાળો અને ધાંધલ ધમાલ થવી જોઇએ નહીં. યાત્રીઓની સંખ્યા પણ મર્યાદિત હોવી જોઇએ. બીજી બાજુ આ વિવાદ ઉપર પણ જંગ છેડાઈ ગયો હતો. કેન્દ્રમાં સરકારે આને એન્ટી હિન્દુ એજન્ડા ગણાવીને ઝાટકણી કાઢી હતી. શ્રાઇન બોર્ડને એ બાબતને ધ્યાનમાં લેવાની જરૂર છે કે ત્યાં સ્ટોર રુમ બનાવવાની જરૂર છે. જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની ચીજવસ્તુઓ જમા કરી શકે છે. એટલું જ નહીં એનજીટીએ પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે, શ્રાઈન બોર્ડને આ બાબત નક્કી કરવી જોઇએ કે, લોકો છેલ્લા ચેક પોસ્ટથી અમરનાથ ગુફા સુધી એક લાઈનમાં થઇને આગળ વધે. બીજી બાજુ આ સમગ્ર મામલાને લઇને રાજનીતિની શરૂઆત થઇ ચુકી છે.

Related posts

२०१९ का लोकसभा चुनाव बैलट पेपर से करना चाहिए : अखिलेश यादव

aapnugujarat

देश में कोरोना वायरस के 14,199 नए मामले

editor

દિગ્ગજ નેતાઓની હાર બાદ લોકસભામાં નેતાઓની પસંદગીમાં સંકટ, થરૂરે કહ્યું- જવાબદારી લેવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1