Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હોટેલ્સ એમઆરપી કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કેસમાં ચૂકાદો આપતા જણાવ્યું કે હોટેલ્સ અને રેસ્ટોરાં પોતાને ત્યાં પેકેજ્ડ મિનરલ વોટર અને ફૂડ પ્રોડક્ટ પર સ્ઇઁ કરતાં વધારે ચાર્જ વસૂલી શકે છે. કોર્ટના જણાવ્યાં મુજબ હોટેલ અને રેસ્ટોરાં આ સર્વિસ આપે છે અને તેમને લીગલ મીટરોલોજી એક્ટ મુજબ ચલાવી શકાય નહીં. કેન્દ્ર સરકાર વિ. હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમે આ પ્રકારે ચૂકાદો આપ્યો હતો.હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટીશન દાખલ કરતા અપીલ કરી હતી કે તેઓ પર ફક્ત એમઆરપી ચાર્જ વસૂલવા દબાણ કરવામાં આવે તો તેમને નુકસાન થઈ શકે છે. જેનાં આધારે સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે, ‘જે હોટલ અને રેસ્ટોરાં ફૂડ અને ડ્રિંક્સ સર્વ કરે છે તેઓ સર્વિસ આપે છે અને તે કંપોઝિટ બિલિંગથી મળતું ટ્રાન્ઝેક્શન છે ત્યારે આ વેપારીઓ પર એમઆરપી રેટ માટે દબાણ કરી શકાય નહીં.’
મળેલા અહેવાલો અનુસાર, સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું કે, હોટેલ અને રેસ્ટોરાં દ્વારા પેકેજ્ડ પ્રોડક્ટ પર એમઆરપી રેટ કરતા વધુ ચાર્જ લેવો લીગલ મીટરોલોજી એક્ટ અંતર્ગત ગુનો બને છે. તેમજ આ કાયદા અંતર્ગત વધુ ચાર્જ લેવા પર હોટેલ એન્ડ રેસ્ટોરાંના મેનેજમેન્ટ સ્ટાફને જેલ પણ થઈ શકે છે. જેનાં વિરુદ્ધ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટની સિંગલ બેન્ચે કહ્યું હતું કે હોટેલ્સ દ્વારા વધુ ચાર્જ વસૂલવો ’સ્ટાન્ડર્ડ ઓફ વેટ એન્ડ મેજર્સ એક્ટ’નું ઉલ્લંઘન નથી.જો કે, કેન્દ્ર સરકારે તેની સામે અપીલ કરતા કહ્યું કે, હવે સ્ટાન્ડર્ડ ઓફ વેટ એન્ડ મેજર્સ એક્ટની જગ્યાએ લીગલ મીટરોલોજી એક્ટ આવી ગયો છે અને તેનાં અંતર્ગત વધુ ચાર્જ લેવો ગુનો બને છે. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ સરકારની આ દલીલને નકારી કાઢી હતી અને હોટેલ્સ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

Related posts

भारतीय रेल ने पहली सौर उर्जा युक्त डेमू ट्रेन लॉन्च की

aapnugujarat

વડાપ્રધાન મોદી આગામી લોકસભા ચૂંટણી ઓડિશાની પુરી બેઠક પરથી લડી શકે

aapnugujarat

સર્વિસ આપવા માટે ઇન્ટરનેટ કંપનીઓ હવે આધાર માંગે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1