Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત સામેના અમેરિકાના વાંધાનો પ્રભુએ આપ્યો જવાબ : દેશમાં છે ૬૦ કરોડ ગરીબ

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અનેક દેશો ભારત અને ચીન જેવા મોટા અર્થતંત્ર ધરાવતાં વિકાસશીલ દેશોને મળી રહેલા વિશેષ લાભ સમાપ્ત કરવાની તરફેણ કરી રહ્યાં છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ૧૧માં મિનિસ્ટરલેવલના પૂર્ણ સત્રમાં અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝર સહિત કેટલાક દેશોએ આ સવાલ ઉઠાવ્યો હતો. રોબર્ટે કહ્યું કે ઓછી આવકવાળા દેશોના દરજ્જાના નામ પર છૂટ મળતી રહે તેવી સ્થિતિને જોઇ શકાય નહીં.અમે માનીએ છીએ કે તેમાં કંઇ ખોટું છે જ્યારે દુનિયાના પાંચ કે છ અમીર દેશ વિકાસશીલ દેશ હોવાનો દાવો કરી રહ્યાં છે.આ વાંધાનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિ વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમો હેઠળ વિશેષ છૂટ મેળવવાનો હકદાર છે જેમાં ઓછી આવકવાળા દેશોના બજારોમાં મુક્ત અથવા રાહત દર પર પ્રવેશ મળે છે. ભારતમાં હજુ પણ ગરીબોની સંખ્યા ૬૦ કરોડ છે. કેટલાક દેશ-અમેરિકા- પોતાની ઘોષિત વિકાસની સ્થિતિના આધાર પર વ્યાપારના નિયમો અવગણી રહ્યાં છે. પ્રભુએ એમપણ જણાવ્યું કે વેપારમાં ઓછી આવકવાળા દેશોમાં માલ સાથે ખાસ રાહતદર વ્યવહાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની આંતરિક વ્યવસ્થાનો ભાગ છે. એ નક્કર હકીકત છે કે કેટલાક દેશોની માથાદીઠ આવક ઘણી નીચલાસ્તરે છે જેને નજરઅંદાજ ન કરી શકાય.પ્રભુએ સત્ર સંબોધનમાં જણાવ્યું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં વિકાસ પર ચર્ચાને કુલ જીડીપી આંકડા પર ચર્ચીને બદલી દેવામાં આવી રહ્યો છે. ભારતમાં હાલના વર્ષોમાં થયેલી જીડીપી વૃદ્ધિ પર અમને ગર્વ છે પરંતુ અમે એ તથ્યને નજરઅંદાજ નથી કરી શકતાં કે ભારતમાં ૬૦ કરોડ લોકો ગરીબ છે.

Related posts

ડોકલામ નજીક ચીન માર્ગોને પહોળા કરવામાં ફરીથી વ્યસ્ત

aapnugujarat

સ્વિસ બેંકમાં ભારતીયોના ૮૩૯૨ કરોડ રૂપિયા

aapnugujarat

૪૫થી વધારે આતંકવાદીઓ હજુ ઘુસણખોરી કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1