Aapnu Gujarat
રમતગમત

આઇસીસીની બે મેજર ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરાશે

અત્યાર સુધી ત્રણ-ત્રણ વર્લ્ડ કપનનું સફળ આયોજન કર્યા બાદ ભારતમાં ચોથી વખત વર્લ્ડ કપનું આયોજન થનાર છે. ૨૦૧૯માં ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ બાદ ૨૦૨૩માં યોજાનારા વર્લ્ડ કપની યજમાની ભારત કરનાર છે. આ ઉપરાંત ૨૦૨૧માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પણ ભારતમાં થનાર છે. આઇસીસીની આ બંને મોટી ટૂર્નામેન્ટના આયોજન અંગે સોમવારે દિલ્હીમાં યોજાયેલી એસજીએમ બાદ જાહેરાત કરાઈ હતી. એવું પ્રથમવાર બન્યું છે કે, આઇસીસીની બે મેજર ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરાશે.વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારતે ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં તેનું સફળ આયોજન કર્યું હતું. તે વખતે ભારતની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરાયું હતું. જોકે, આ વખતે પ્રથમવાર એવું બનશે કે,બેક ટૂ બેક આઇસીસીની બે મોટી ટૂર્નામેન્ટ ભારતની ધરતી પર યોજાશે. આ ઉપરાંત ભારતે વર્ષ ૨૦૧૬માં ટી-૨૦ વર્લ્ડ કપનું પણ આયોજન કર્યું હતું. ભારતે ૧૯૮૩માં કપિલદેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યા બાદ ૨૦૧૧માં ભારતે પોતાના દેશમાં ધોનીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યો હતો.વર્લ્ડ કપ ઉપરાંત ૨૦૨૧માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ ભારતમાં યોજાશે. આ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી જ્યાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો.
આ ઉપરાંત એસજીએમમાં બીસીસીઆઇએ ક્રિકેટરોના ડોપ પરીક્ષણ મુદ્દે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા) દ્વારા ખેલાડીઓનું પરીક્ષણ કરવાની જરૂર નથી કારણ કે, બોર્ડ વાડાના નિયમોનું પાલન કરી રહ્યું છે.ભારત ૨૦૧૯થી ૨૦૨૩ દરમિયાન તમામ ફોર્મેટમાં ૮૧ મેચની યજમાની કરશે જે વર્તમાન ફ્યૂચર ટૂર પ્રોગ્રામથી ૩૦ મેચ વધુ છે. બીસીસીઆઇએ જોકે, કહ્યું કે, વ્યસ્ત ક્રિકેટો માટે પ્રત્યેક વર્ષ રમતના દિવસોમાં ઘટાડો કરવામાં આવશે. એસજીએમમાં સભ્યો વચ્ચે એફટીપીને લઈ સૈદ્ધાંતિક સહમતિ બની હતી. આગામી એફટીપી દરમિયાન ભારત પોતાની ધરતી પર ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમશે. એફટીપી અંતર્ગત ભારતની ધરતી પર ૧૯ ટેસ્ટ અને ૩૮ વન-ડે મેચની યજમાની કરશે જ્યારે વિદેશી ધરતી પર ૧૮ ટેસ્ટ અને ૨૯ વન-ડે મેચ રમશે. આ ૧૮ ટેસ્ટ અને ૨૯ વન-ડે પૈકી ભારત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અથવા સાઉથ આફ્રિકાની ધરતી પર કેટલી મેચ રમે છે તે જોવું રોચક રહેશે. ભારતીય ટીમે ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ભારતીય ટીમે દેશમાં અને વિદેશમાં મળી કુલ ૩૯૦ દિવસ ક્રિકેટ રમી હતી. હવે ૨૦૧૯થી ૨૦૨૩ દરમિયાન ભારતીય ટીમ ૩૦૬ દિવસ ક્રિકેટ રમશે. તેનો મતલબ પહેલાં વર્ષમાં સરેરાશ ૯૭.૫ દિવસ ક્રિકેટ રમી હતી જે હવે ૭૬.૫ દિવસ રમશે.

Related posts

बांग्लादेश के क्रिकेटरों ने किया क्रिकेट के बहिष्कार का ऐलान

aapnugujarat

આઇપીએલની બે નવી ટીમોની કિંમત આવી સામે

editor

આવતીકાલે કેપટાઉનમાં ભારત-આફ્રિકા વચ્ચે ત્રીજી વન-ડે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1