Aapnu Gujarat
બ્લોગ

પર્યાવરણની સુરક્ષા અત્યંત જરૂરી

વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા જે આજે શિલાલેખમાં જોવા મળે છે. સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સુત્ર આપે છે. વર્ષ ૨૦૧૨નો વિષય હતો ‘હરિત અર્થતંત્ર’. એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનઈલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું.પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્તિઓને જાળવવાની સંધિ, વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે સ્થળ પુરતી રહેતી નથી તેની અસર ઘણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે લાંબાગાળાની હોય છે. નરેન્દ્ર મોદીએ ક્લાઇમેન્ટ ચેન્જ અંગે ‘‘કન્વીનીઅન્ટ એકશન’’ નામનું લખેલ પુસ્તક સ્પષ્ટ કરે છે કે, આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ.આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે, તેનું ગૌરવ અનુભવીએ છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે. દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો, અરવલ્લી-સહયાદ્રી-સાપુતારાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા સિંહ, ઘુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઉર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. તદ્‌ઉપરાંત કર્કવૃત્ત આપણા રાજ્યમાંથી પસાર થતું હોઇ સૌર ઉર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઉર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને આપણે પ્રાથમિકતા આપી છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે. પ્રદૂષણ મુક્ત ઉર્જા મેળવવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ. પરંતુ વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનો બાંધકામ અને ફર્નિચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે ‘વધુ વૃક્ષો વાવો’’ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. પર્યાવરણની વાત તો આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. પર્યાવરણનો વિનાશ એ છેવટે પૃથ્વીનો વિનાશ છે. ઝાડ ઓછાં થવાં, પેટ્રોલ-ડીઝલનો સતત વપરાશ, પૃથ્વીના પેટાળમાં ખોદકામ, બાંધો, નદીનાં વહેણ બદલવા કોશિશ, સમુદ્રમાં ક્ષારકામ, ખનીજોનો વધી રહેલો વપરાશ, પરમાણુ પરીક્ષણો, વીજળીનો વધુ વપરાશ, કોલસાનો વધુ વપરાશ, મોબાઇલ ફોન અને કમ્પ્યટર જેવાં ઇલેક્ટ્રૉનિક સાધનોની વધુ ખપતપઆ બધું આધુનિકતા કહેવાય છે પરંતુ તેનાથી ઋતુઓ અનિયમિત બની રહી છે. એ.સી. વગેરે અનેક બાબતોના કારણે ઑઝોનનું પડ તૂટી રહ્યું છે. તેના લીધે સૂર્યનાં દઝાડતા કિરણો આપણાં સુધી આવી રહ્યાં છે અને પરિણામે ગરમી વધી રહી છે. બરફ પીગળી રહ્યો છે. આ બધાંના કારણે પૃથ્વી પર ગરમી વધી રહી છે. પૂર અને અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ આવી રહી છે.આ બધા સામે જોકે દુનિયામાં જાગૃતિ પણ આવી રહી છે, પરંતુ જે વિકસિત દેશો છે તે પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પેરિસમાં ક્લાઇમેટ ચૅન્જ પર કરારો થયા હતા તેમાંથી અમેરિકા હટવાની વાત કરે છે. જોકે આની સામે કેટલાક દેશો ગંભીરતાથી લડવાની વાત પણ કરે છે. ભારતમાં તો પર્યાવરણ એ જીવનશૈલી સાથે વણાયેલી વાત છે. તુલસી, પીપળા, વડ વગેરે વૃક્ષોની પૂજા, નદીઓમાં માતાના દર્શન, આ બધાંના કારણે આપોઆપ પર્યાવરણની જાળવણી થાય છે.આયર્લેન્ડમાં પણ જાગૃતિ છે તેનું ઉદાહરણ એ છે કે પહેલીવાર આયર્લેન્ડના ન્યાયાલયે પર્યાવરણની સુરક્ષાને બંધારણીય અધિકાર તરીકે માન્યતા આપી છે. પર્યાવરણની સુરક્ષા માનવ ગરિમા અને નાગરિકોની વિશાળ પાયે સુખાકારી સાથે સાતત્યસભર હોવી જોઈએ. આ કાયદાકીય રીતે એક સીમાચિહ્ન છે. જનતાના હિતમાં તેને જોગવાઈ તરીકે તેની ભલામણ થઈ છે.ગયા સપ્તાહે ઉચ્ચ ન્યાયાલયે પર્યાવરણ જૂથ ફ્રેન્ડસ ઑફ આઇરિસ એન્વાયર્મેન્ટ દ્વારા કરવામાં આવેલા એક કેસમાં આ નિર્ણય કર્યો હતો. ડબલિન વિમાનમથકે નવા રનવેને મંજૂરીની યોજનાને તેણે પડકારી હતી, પરંતુ તેની વિનંતીને રદ્દ કરી નાખવામાં આવી હતી તેમ છતાં ઉચ્ચ ન્યાયાલયે ઉપરોક્ત નિર્ણય આપ્યો હતો જે લોકો પર્યાવરણને સતત નુકસાનનાં પરિણામોના લીધે ભોગવી રહ્યા છે તેમના માટે આ અધિકાર કાનૂની શસ્ત્ર આપશે. જે નાગરિકો તેમના આરોગ્યને ગંભીર ખતરારૂપ પ્રદૂષણમાં જીવી રહ્યા છે તેમને પણ આ અધિકારથી મોટું બળ મળ્યું છે જે લોકો હવામાન પરિવર્તનની નકારાત્મક અસરો ભોગવી રહ્યા છે પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો અને કાનૂની બાધ્ય પગલાંઓનું પાલન થતું નથી તેમના માટે પણ આ અધિકાર ખૂબ જ આશા જગાડનારો છે.એફઆઈઇએ દલીલ કરી હતી કે સૂચિત રનવેથી ગ્રીનહાઉસ ગેસનું વધુ ઉત્સર્જન થશે અને તેનાથી હવામાન પરિવર્તનની ઝડપ વધશે.પોતાના ચુકાદામાં ન્યાયમૂર્તિ મેક્સ બેરેટે કહ્યું હતું, “માનવની ગરિમા અને નાગરિકોની સુખાકારી સાથે સાતત્યસભર હોય તેવા પર્યારણના અધિકારએ તમામ માનવ અધિકારોને પૂર્ણ કરવાની આવશ્યક શરત છે.” આ અતૂટ પ્રવર્તમાન અધિકાર છે જે સમગ્ર વિશ્વમાં લાગુ છે, પરંતુ આયર્લેન્ડમાં બંધારણની કલમ ૪૦.૩.૧. હેઠળ અધિકાર તરીકે અંગત રીતે આપેલો છે. આ એવો કંઈ અધિકાર નથી જેનો ક્યારેય અમલ ન થઈ શકે. સરકારે દલીલ કરી હતી કે બંધારણમાં પર્યાવરણનો કોઈ અધિકાર અલગ રીતે અપાયેલો કે લખાયેલો નથી. હવામાનમાં પરિવર્તન પર નાગરિકોની સભાને આપેલા આવેદનપત્રમાં એન્વાયરમેન્ટ પિલર જે પર્યાવરણ જૂથોનું ગઠબંધન છે તેણે પર્યાવરણની સુરક્ષાના બંધારણીય અધિકાર આપવા લોકમત લેવા માટે વિનંતી કરી છે. પરંતુ સરકારને તે સંસ્થાની ભલામણોમાં તે લેવામાં નહોતો આવ્યો. તેના બદલે આ અધિકાર બીજા માધ્યમ મારફતે આવ્યો છે. આ એક પ્રગતિકારક પગલું છે જે સરકાર અને રાજ્યને પર્યાવરણ તથા હવામાન પરિવર્તન માટે તેમની જવાબદારીઓ માટે જવાબદેહી ઠરાવવા માગે છે તેમને તેનાથી સહાયરૂપ સાબિત થશે.

Related posts

ટુંકી વાર્તા

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

મારા કામની પ્રશંસા થાય તે મને બહુ ગમે છે : રાજકુમાર રાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1