Aapnu Gujarat
રમતગમત

આઇપીએલની બે નવી ટીમોની કિંમત આવી સામે

આઇપીએલમાં ટૂંક સમયમાં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે, એવામાં દુનિયાની સૌથી મોટી ટ-૨૦ ક્રિકેટ લીગની મજા બમણી થવા જઈ રહી છે. આગામી વર્ષે બે નવી ટીમો ઉમેરવાની તૈયારી છે, જેના કારણે આઇપીએલ ૧૦ ટીમોની ટૂર્નામેન્ટ બની જશે. પરંતુ આ બે નવી ટીમોનો ખર્ચ તમારા હોશ ઉડાવી શકે છે.દુનિયાની નજર આઇપીએલ ૨૦૨૨ ની સીઝનમાં છે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, બીસીસીઆઇ આઇપીએલ ૧૪ ના બીજા તબક્કા પહેલા બે ટીમોનો સમાવેશ કરવામાં વ્યસ્ત છે. રિપોર્ટ અનુસાર જુલાઈમાં બે નવી ટીમો ઉમેરી શકાશે. અન્ય ઇન્ટરસ્ટેડ પાર્ટીઓ પાસે કેટલાક સંકેત પણ છે કે, અંતિમ કિંમત શું હોઈ શકે છે.આઇપીએલની વર્તમાન ૮ ટીમોમાં સીએસકે, મુંબઇ, કેકેઆર અને આરસીબી ૪ સૌથી મોંઘી ટીમો છે. જ્યારે મુંબઈની કિંમત ૨૭૦૦ થી ૨૮૦૦ કરોડ છે, જ્યારે સીએસકેની કિંમત ૨૨૦૦ થી ૨૩૦૦ કરોડ છે. ક્રિકબઝના મતે નવી ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઈસ આશરે ૨૫૦ મિલિયન યુએસ ડોલર અથવા ૧૮૦૦ કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જ્યારે તેમની અંતિમ કિંમત રૂપિયા ૨૨૦૦-૨૯૦૦ કરોડની વચ્ચે રહેશે.તમને જણાવી દઈએ કે ૨૦૧૪ થી ટી૨૦ ટૂર્નામેન્ટ ફક્ત આઠ ટીમો સાથે જ રમાઈ રહી છે. તે જાેવાનું રસપ્રદ રહેશે કે નવી ટીમોના ઉમેરવાનું પરિણામ શું આવશે. આઇપીએલ ૨૦૨૨માં પણ મોટી હરાજી થશે, જેમાં ટીમોને સંપૂર્ણ સુધારણાના સમયગાળામાંથી પસાર થવું પડશે. હાલમાં, બીસીસીઆઇનું લક્ષ્ય આ વર્ષે આઇપીએલની સીઝનની મેચનું આયોજન કરવાનું છે. આઇપીએલની કુલ ૩૧ મેચ યુએઈમાં રમાવાની છે. કોરોનાને કારણે મેમાં ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરીથી સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે.

Related posts

કિંગ્સ ઈલેવન પંજાબ : અશ્વિનની કેપ્ટનશીપમાં હવે ગેલ, મિલર અને યુવી રમશે

aapnugujarat

विदेशी दौरे पर मिले वाइफ का साथ : कोहली

aapnugujarat

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચમાં સ્થાને પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1