Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર પાસેના સબ-વે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ

ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર નજીક સબ-વે સ્ટેશન પ્લેટફોર્મ પર બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ પાઈપ બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનું જણાયું છે. ન્યૂ યોર્ક પોલીસે શરીર પર વાયર લપેટેલા એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી લીધી છે. આ શખ્સના હાથમાં પાઈપ બોમ્બ મળી આવ્યો હતો અને અકાળે એક બોમ્બ ફાટતા તે ઘવાયો હોવાના અહેવાલ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્થાનિક સમય મુજબ વહેલી સવારે ૭.૩૦ કલાકે પોર્ટ ઓથોરિટી બસ ટર્મિનલ નીચેના સબ-વે સ્ટેશનમાં જોરદાર ધડાકો અનુભવાયો હતો.નોંધનીય છે કે ટાઇમ્સ સ્ક્વેર નજીક આવેલું આ મુખ્ય બસ ટર્મિનલ છે જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો ન્યૂ જર્સી સુધી પરિવહન કરે છે. આ બસ ટર્મિનલ ટાઇમ્સ સ્ક્વેરથી પથ્થર ફેંકો એટલા અંતરે આવેલું છે.પોલીસે એક સંદિગ્ધ શખ્સને ઝડપી લીધો છે જેણે પોતાના શરીર પર વિસ્ફોટકો વિંટાળેલા હોવાનું જણાયું હતું. બોમ્બમાં ખામીને પગલે તે અકાળે ફાટ્યો હતો અને શખ્સ જીવિત તેમજ હોશમાં હોવાથી પોલીસ તેની અટકાયત કરીને આગળની પૂછપરછ કરી રહી છે. આ બ્લાસ્ટમાં હજી સુધી કેટલા લોકો ઘાયલ થયા છે તે અંગે કોઈ ચોક્કસ રિપોર્ટ પ્રાપ્ત થયા નથી.

Related posts

अमेरिकियों को बचाने में नहीं छोड़ेंगे कोई कसर : ट्रंप

aapnugujarat

શ્રીલંકા સિરીયલ બ્લાસ્ટઃ ૨૦૦થી વધારે બાળકોએ પરિવારના સભ્યો ગુમાવ્યા

aapnugujarat

World Bank prez David Mal pass meets Chinese Premier Li Keqiang discusses trade issues

aapnugujarat

Leave a Comment

UA-96247877-1