Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા રાહુલ સામે પડકાર

કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીન હવે નવી ઇનિંગ્સ શરૂ થઇ ચુકી છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધી સામે અનેક નવા પડકારો છે. એક પછી એક રાજ્યોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઇ રહી છે. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની હાર થઇ ચુકી છે. આસામ, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની આ બંનેની ઉપસ્થિતિમાં હાર થઇ છે. ઘટતી જતી લોકપ્રિયતા વચ્ચે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાની મોટી જવાબદારી મળી છે. લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે કોંગ્રેસ પાર્ટીની ઇતિહાસની સૌથી મોટી હાર થઇ હતી. ૧૩૨ વર્ષ જુની પાર્ટીની હાલત ખુબ કફોડી બનેલી છે. રાહુલ ગાંધી સામે હવે અનેક પડકારો રહેલા છે. રાહુલ ગાંધી જુદા જુદા પાર્ટી હોદ્દા પર કામ કરી ચુક્યા છે. હાલમાં સંસદ સભ્ય તરીકે છે. અમેઠીમાંથી લોકસભાના સભ્ય છે. વિદેશી બાબતો અંગે સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પણ છે. રાહુલ કોંગ્રેસ પાર્ટીના ઘણા વર્ષોથી ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. ભારતીય યુવા કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે પણ કામ કરી ચુક્યા છે. રાહુલ ગાંધી નહેરુ ગાંધી પરિવારમાંથી આવે છે. સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીએ જ્યારે તેઓ નાના હતા ત્યારે વારંવાર સ્કૂલો બદલવાની ફરજ પડી હતી. વિદેશમાં અભ્યાસ કરવા પહોંચ્યા હતા. ઇન્ટરનેશનલ રિલેશન અને ડેલવપમેન્ટમાં ડિગ્રી મેળવ્યા બાદ રાહુલ ગાંધી લંડનમાં એક મેનેજમેન્ટ કન્સલ્ટીંગ કંપનીમાં જોડાયા હતા. ૨૦૦૪માં રાહુલ ગાંધી જાહેર જીવનમાં ફરી પ્રવેશી ગયા હતા. તે વખતે તેઓએ તેમના પિતાની જુની લોકસભા બેઠક અમેઠી પરથી જીતી ગયા હતા. થોડાક વર્ષો બાદ એટલે કે ૨૦૦૭માં રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા હતા. આ હોદ્દો તેમના પિતા રાજીવ ગાંધી અને તેમના દાદા જવાહરલાલ નહેરુએ પણ જાળવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને અન્ય પાર્ટી કાર્યકર તરફથી વારંવાર માંગણી બાદ તેમને ૨૦૧૩માં કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું પરંતુ પાર્ટીને ઇતિહાસમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં ૨૦૬ સીટની સરખામણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર ૪૪ સીટો મળી હતી. હવે રાહુલ ગાંધી સામે ઘણાપડકારો રહેલા છે.

Related posts

संजय राउत को मिली बड़ी जिम्‍मेदारी, शिवसेना के मुख्‍य प्रवक्‍ता नियुक्‍त

editor

વડાપ્રધાન મોદી ૬૬ ટકા સાથે લોકપ્રિયતા મામલે દુનિયામાં પ્રથમ સ્થાને

editor

શીખ રમખાણમાં કોંગ્રેસનો જ હાથ હતો : આર.પી.સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1