Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્રનાં બીજેપી સાંસદ નાનાભાઉ પટોલેએ રાજીનામું આપ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પહેલાં તબક્કાનાં મતદાન પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા લોકસભા બેઠક પર ભાજપનાં સાંસદ નાનાભાઉ પટોલેએ પોતાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. પટોલેએ રાજીનામું આપવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા. નાના પટોલે ઘણા સમયથી ભાજપના નેતૃત્વથી નારાજ રહેતા હતા. તેમનો આરોપ છે કે મોદી સરકાર સામે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા જેની અવગણના કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો પાછલા સપ્તાહે પટોલેએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હોવાની ખબર છે. ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી છે.  ભંડારા-ગોંદિયાથી સાસંદ પટોલે કહ્યું કે તેમણે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના કાર્યલયને તથા ભાજપના નેતૃત્વને પોતાનું રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી રહ્યું છે પટોલે ખેડૂતોના મુદ્દે પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. તેમણે કહ્યું કે તે પાર્ટી એટલા માટે છોડી રહ્યા છે કે કેમકે તે ઘણા દુઃખી અને પાર્ટીથી ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા.પટોલે કહ્યું કે જે કારણથી તે પાર્ટીમાં સામેલ થયા હતા તે ખોટુ સાબિત થયું. પરંતુ હવે હું મારી અંદરની બેચેનીથી મુક્ત થયો છું.

Related posts

BJP using NIA for political advantages : MK Stalin

aapnugujarat

माल्या ने ब्रिटेन की अदालत से फ्रांस स्थित संपत्ति की बिक्री से प्राप्त धन के लिए आवेदन किया

editor

હું જ્યારે અદાણી અંગે બોલતો હતો ત્યારે મોદીના હાથ ધ્રુજતા હતા : RAHUL GANDHI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1