Aapnu Gujarat
મનોરંજન

બિગબોસ-૧૧માં હિતેનની પત્નીએ ઝાટકી હીના ખાનને

બિગ બોસ-૧૧માં ઘરમાં બાકી રહેલા સ્પર્ધકોના પરિવારજનો આવી રહ્યા છે અને સ્પર્ધકો તેમના પરિવારજનોથી તેમના દિલની વાત કહી રહ્યા છે. અર્શી ખાનના પિતા ઘરમાં આવ્યા હતાં તો શિલ્પા શિંદેની માતા આવી હતી તો ઘરમાં હિતેન તેજવાનીની પત્ની ગૌરી પ્રધાને પણ મુલાકાત લીધી હતી. ગૌરી હિતેનને જોઇને રોવા લાગી હતી તો હિતેનની આંખમાં પણ આંસુ આવી ગયા. ગૌરીએ હિતેનને કહ્યુ કે તમે ખૂબ સારુ રમી રહ્યા છો. વધુમાં ગૌરીએ અર્શીને મળીને કહ્યુ કે મને તમને મળવું હતુ. તેમજ કહ્યું હતું કે ઘરમાં તમારી અને હિતેનની વચ્ચે જે ચર્ચાઓ થાય છે, તેનાથી મને કોઇ પ્રોબ્લેમ નથી, તે ઘરની બહાર દરેક લોકોને પસંદ આવી રહી છે તે બાદ હીના ખાન પાસે પહોંચી અને તેની ઝાટકણી કરી. ગૌરીએ હીનાને કહ્યુ કે મારા ખ્યાલથી તમે ખૂબ સારુ રમી રહ્યા છો અને મેં જે મેસેજ મોકલ્યો હતો કે તે લીડર બનવા માંગે છે ફોલોઅર નહીં. આ મેસેજ હિતેન માટે હતો. કોઇ અન્ય લોકો માટે ન હતો, તે એક પર્સનલ મેસેજ હતો. હિતેનને એનાલાઇજ કરવા માટે ન હતો.

Related posts

સારા કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે

aapnugujarat

સેક્સી સની લિયોન પાસે હવે પારિવારિક ફિલ્મ છે

aapnugujarat

રેમોની ફિલ્મમાં કેટરીના અને વરૂણ ધવન ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1