Aapnu Gujarat
મનોરંજન

રેમોની ફિલ્મમાં કેટરીના અને વરૂણ ધવન ચમકશે

વરૂણ ધવન અને કેટરીના કેફની હોટ જોડી હવે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. રેમો ડિસોઝાએ બંનેને પોતાની ફિલ્મમાં લેવાનો નિર્ણય કરી લીધો છે. હાલમાં નવી નવી જોડીને ચમકાવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. રેમો ડિસુઝાએ પોતાની આગામી ફિલ્મને લઇને સત્તાવાર જાહેરાત કર્યા બાદથી ફિલ્મને લઇને વ્યાપક ચર્ચા છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને કેટરીના કેફ કામ કરી રહ્યા છે. આ જોડી છવાઇ જવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ દરેક વખની જેમ જ આ વખતે પણ રેમોની આ ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે રેમો દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ રેમો ફિલ્મમાં ૪ ડી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર છે. રેમો નવી ફિલ્મ મારફતે નવી ટેકનોલોજી સાથે મેદાનમાં આવનાર છે. ફિલ્મને ૪ ડી ટેકનોલોજીમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. એક વાતચીતમાં રેમોએ કહ્યુ છે કે તેઓ અને તેમની ટીમ ૪ ડી ટેકનોલોજી પર માહિતી મેળવી રહી છે. તેઓ નવી ટેકનોલોજી શિખવાને લઇને વ્યસ્ત છે. થોડાક પહેલાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે રેમોએ પોતાની છેલ્લી ફિલ્મ એબીસીડી -૨ ફિલ્મ ૩ડીમાં તૈયાર કરી હતી. લોકોને આના વિજ્યુઅલ ઇફેક્ટ ખુબ પસંદ પડ્યા હતા. રેમો સારી રીતે જાણે છે કે લોકો પણ તેમની પાસેથી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે માટેની અપેક્ષા રાખે છે.
હાલમાં તો રેમો રેસ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત થયેલા છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં અન્ય કલાકારો પણ છે. જેમાં બોબી દેઓલ, અનિલ કપુરનો સમાવેશ થાય છે. અભિનેત્રીઓમાં જેક્લીન, ડેઝી શાહનો સમાવેશ થાય છે. ટુંકા રોલમાં સોનાક્ષી પણ નજરે પડનાર છે. વરૂણ સાથે રેમો પહેલા પણ ફિલ્મ બનાવી ચુક્યા છે જેથી તેની કુશળતાથી રેમો વાકેફ છે

Related posts

जायरा के एक्टिंग छोडऩे पर फारूक अब्दुल्ला बोले- शायद बॉयफ्रेंड ने कहा हो एक्टिंग छोड़ दो

aapnugujarat

અક્ષય કુમાર અને ટ્વિન્કલએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય

editor

સેક્સી મૌની રોય પાસે હાલ ત્રણ મોટી ફિલ્મો હાથમાં છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1