Aapnu Gujarat
Uncategorized

વેરાવળનાં રીસીવીંગ સેન્ટર પર ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓ આખરી તૈયારીઓમાં વ્યસ્ત

સૈારાષ્ટ્રનાં અરબી સમુદ્રનાં કાંઠે અને ભગવાન સોમનાથ મહાદેવનાં સાનીધ્ય સ્થિત ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની તા.૦૯ ડિસેમ્બર નાં રોજ યોજાનાર ચૂંટણીમાં ૬૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આ ચાર બેઠક પર ૮,૮૩,૫૧૨ મતદારો માટે ૧૦૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવે છે. ૯૦-સોમનાથ બેઠકનાં રીસીવીંગ સેન્ટર સૈારભ અંકુર સ્કુલમાં આજ સવારથી જ ૨૫૯ મતદાન મથકો પર ૧૪૦૦ જેટલા કર્મચારીઓનો ધમધમાટ હતો. રીસીવીંગ સેન્ટર પર કામગીરી સંભાળતા સુભાષ પુરોહીત અને અસ્મીતા પરમાર આ કામગીરીની વ્યવસ્તતા વચ્ચે કહ્યુ કે, ચૂંટણીનાં માહોલમાં કામ કરવાનો ખુબજ આનંદ આવે છે. વેરાવળ તાલુકાનાં બુથ ઉપર જવા તૈયારી કરતા વેજેસીંહ ચૈાહાણ, પંડ્યા મીનાક્ષીબેન, નિમાવત મહાલક્ષ્મીબેન અને જગદીશ મોઢા ચૂંટણીને પાર પાડવા તેમને આપવામાં આવેલી ચૂંટણી સામગ્રીને સુચારૂ રૂપે ગોઠવવાં સાથે ટીમવર્કથી કામગીરીને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા હતા.

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજયપ્રકાશ, પ્રોબેશનલ આઇ.એ.એસ. શ્રી ઓમ પ્રકાશ, ૯૦-સોમનાથનાં ચૂંટણી અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિ સહિત સમગ્ર ચૂંટણી સ્ટાફને ચૂંટણી પ્રક્રીયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનાં દિવસે મતદાન માટે ઇવીએમ, વીવીપેટ સહિત કુલ ૧૨૪ જેટલી સાધન-સામગ્રી મતદાન પ્રક્રીયા પૂર્ણ કરવા માટે મતદાન સ્ટાફને આપવામાં આવે છે. મતદાન સ્ટાફને આપવામાં આવતી ૧૨૪ ચૂંટણી સામગ્રી સાહિત્યમાં સામાન્ય પેન્સીલથી લઇ, રબર સ્ટમ્પ, સીલીંગ સામગ્રી, જૂદા-જૂદા કવર, ચૂંટણી લડતા ઉમેદવારોની યાદી, મતદાન શરૂ થતાં પહેલા અને મતદાનનાં અંતે પ્રમુખ અધિકારીનું એકરારનામું ફોર્મ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

Related posts

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

શિયાળો જમતા જ વિદેશી પક્ષીઓનો જમાવડો

editor

વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1