Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમીનથી હવામાં પ્રહાર કરતી સુપરસોનિક મિસાઇલ ‘આકાશ’નું સફળ પરીક્ષણ

ભારતે જમીનથી હવામાં પ્રહાર કરતી સ્વદેશી નિર્મિત પોતાની સુપર સોનિક મિસાઇલનું ઓડિશાના બાલાસોર સ્થિત પરીક્ષણ રેન્જ પર સફળ પરીક્ષણ કર્યું હતું. આ સ્વદેશી મિસાઇલે એક યુએવી ‘બંસી’ (માનવ રહીત વાયુ યાન)ને સફળતાપૂર્વક નિશાન પર લીધું હતું. આ પરીક્ષણ મંગળવારે બપોર બાદ બાલાસોર નજીક ચાંદિપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર)ના પરિસર-૩ પરથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે રડાર, ટેલિમેટ્રી, ઇલેકટ્રોઓપ્ટિકલ સિસ્ટમે અને ટ્રેકના આધારે મિસાઇલે સારો દેખાવ કર્યો હતો. આ સુપર સોનિક મિસાઇલ પ્રથમ એવી સ્વદેશી મિસાઇલ છે જેનો જમીન પરથી હવામાં પ્રહાર કરવા માટે સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ટેસ્ટ બાદ ભારતે જમીન પરથી હવામાં કોઇ પણ મિસાઇલનો નાશ કરવાની ક્ષમતા હાંસલ કરી દીધી છે. આ સુપર સોનિક મિસાઇલ જમીન પરથી હવામાં પ્રહાર કરતી પ્રથમ મિસાઇલ છે જેમાં સ્વદેશી રેડિયો ફ્રિકવન્સી સિકર છે.ચીન સાથે મુકાબલો કરવા માટે ભારતે આકાશ મિસાઇલ માટે વિયેતનામને પણ ઓફર કરી છે. આકાશની પ્રહાર ક્ષમતા રપ કિલોમીટર છે અને તે પપ કિલોગ્રામ સુધીનાં શસ્ત્રો પોતાની સાથે લઇ જઇ શકે છે. તે કોઇ પણ મોસમમાં કામ કરી શકે છે અને મિડિયમ રેન્જ એર ટાર્ગેટને નીચે, મધ્યમ અને ઉંચાઇ પર ટાર્ગેટને વિંધી શકે છે.સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત કરવામાં આવેલ આકાશ મિસાઇલ ફાઇટર વિમાનો અને બેલેસ્ટિક મિસાઇલને પણ સહેલાઇથી નિશાન બનાવી શકે છે. આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે અનેક બાજુથી આવતા ખતરાને એક સાથે સરળતાથી નિશાન બનાવી શકે છે. આ મિસાઇલમાં રેમજેટ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ઓટો પાઇલટ સિસ્ટમથી સજજ છે તેના કારણે આ મિસાઇલની પ્રહાર ક્ષમતા વધુ સચોટ બની જાય છે.

Related posts

दिल्ली में बुजुर्गों की पहली सरकारी तीर्थ यात्रा 20 जुलाई से

aapnugujarat

Rahul Gandhi के साथ पुलिस का दुर्व्यवहार एक तरह से देश के लोकतंत्र पर गैंगरेप है : राउत

editor

યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓ ફસાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1