Aapnu Gujarat
મનોરંજન

સુરમા ફિલ્મમાં તાપ્સી પન્નુ એક નવા અવતારમાં રહેશે

સ્પોર્ટસ બાયોપિક ફિલ્મ સુરમામાં તાપ્સી પન્નુ ખાસ રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં દિલજીત ભારતીય હોકી ટીમના ખેલાડી અને પૂર્વ કેપ્ટન સંદીપસિંહની ભૂમિકા અદા કરનાર છે. જ્યારે તાપ્સી ફિલ્મમાં દિલજીતની પ્રેમિકાની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મમાં દિલજીત દોસાંઝના લુકને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. દિલજીત ખુબ મોટા અને પડકારરૂપ રોલમાં છે. હવે તાપ્સી પણ પોતાની કુશળતા સતત સાબિત કરી રહી છે. તાપ્સીએ ટ્‌વીટર પર એક ફોટો જારી કર્યો છે. જેમાં તે હોકી ટીમની જર્સીમાં નજરે પડી રહી છે. આ ડાર્ક બ્લુ જર્સીની પાછળ તેનુ નામ એટલે કે હરપ્રીત લખ્યુ છે. અત્રે નોંધનીય છે કે આ ફિલ્મ ૨૯મી જુન ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સુરમા ફિલ્મ હોકી ખેલાડીની લાઇફ પર આધારિત છે. હાલમાં જ આ ફિલ્મના પોસ્ટર જારી કરવામાં આવ્યા છે. તાપ્સીની હાલમાં રજૂ થયેલી જુડવા-૨ ફિલ્મને સૌથી વધુ સફળતા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવનની ભૂમિકા હતી. ફિલ્મમાં તેની સાથે જેક્લીનની ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરી ગઇ હતી. તે પહેલા તાપ્સી પિન્ક ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા હતી. ફિલ્મ સુપરહિટ થઇ હતી. તાપ્સીની પિન્ક બાદ તમામ ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. પિન્કમાં તેની ભૂમિકા બાદ તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી. હવે તેની પાસે ફિલ્મોની ઓફરનો વરસાદ થઇ રહ્યો છે. તાપ્સી બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તાપ્સી હાલમાં તમામ યુવા સ્ટાર સાથે કામ કરી રહી છે. જો કે તે મોટા સ્ટાર સાથે કામ કરવા તૈયાર છે.

Related posts

નીરજા ભનોતના ફેમિલીએ નીરજા ફિલ્મના પ્રોડ્યુર્સની સામે કર્યો કેસ

aapnugujarat

मैं सही रास्ते पर चल रही हूं : हिना

aapnugujarat

વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરશે કેટરીના

editor

Leave a Comment

UA-96247877-1