Aapnu Gujarat
મનોરંજન

શાહીદ સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝ શાહીદ કપૂરની સાથે ફરી એકવાર જોડી જમાવવાની તૈયારીમાં છે. આ બંનેની જોડી વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ ફટા ફોસ્ટર નિકલા હીરો નામની ફિલ્મમાં નજરે પડી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપરવધારે સફળ થઇ ન હતી. રાજકુમાર સંતોષી દ્વારા બનાવવામાં આવેલી આ મહત્વકાંક્ષી ફિલ્મ હતી પરંતુ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. હવે બંને ફરી એકવાર સાથે આવી શકે છે. લાંબા ગાળા બાદ બંનેને સાથે લઇને નિર્દેશક નારાયણ સિંહ ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ માટે પહેલા કેટરીના કૈફના નામ ઉપર ચર્ચા હતી પરંતુ હવે ફિલ્મ માટે ઇલિયાના ડીક્રૂઝની પસંદગી કરવામાં આવી છે. નારાયણસિંહે અક્ષયકુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા મારફતે બોલીવુડમાં નિર્દેશક તરીકેની પોતાની કેરિયર શરૂ કરી હતી. હવે બીજ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મ માટે શાહીદ કપૂરના નામની પસંદગી પહેલાથી જ કરી લેવામાં આવી છે. હવે અભિનેત્રી તરીકેની પસંદગી કરી લેવામાં આવી છે. શાહીદ કપૂર છેલ્લા એક બે વર્ષથી ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેની છેલ્લે રંગુન ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ રહી હતી. સંજય લીલાની મહત્વકાંક્ષી ફિલ્મ પદ્માવતીમાં તે મુખ્ય રોલ કરી રહ્યો છે પરંતુ આ ફિલ્મ વિવાદમાં ફસાઈ જવાના લીધે રજૂ થઇ શકી નથી. આ ફિલ્મ ક્યારે રજૂ થશે તે સંદર્ભમાં હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ ફિલ્મની રજૂઆતને લઇને તમામ લોકો રાહ જોઇ રહ્યા છે. બીજી બાજુ ઇલિયાનાને પણ એક મોટી ફિલ્મની જરૂર છે. કારણ કે તે પોતે પણ કોઇ સફળ ફિલ્મ કરી શકી નથી. આવી સ્થિતિમાં આ જોડી જાદુ જગાવશે.

Related posts

फोर्ब्स एशिया 100 डिजिटल स्टार्स की सूची में बिग बी, अक्षय, आलिया

editor

रीबॉक ने वरुण धवन को बनाया ब्रांड एम्बेसडर

aapnugujarat

ઈલિયાનાએ લગ્ન કર્યાની કરેલી કબૂલાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1