Aapnu Gujarat
મનોરંજન

વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરશે કેટરીના

બૉલીવુડમાં હાલ ફિલ્મો ભલે રિલીઝ ના થઈ રહી હોય પરંતુ અવારનવાર કોઈને કોઈ નવી ફિલ્મની જાહેરાતો થઈ રહી છે. અનાઉન્સમેન્ટ ના હોય તો પણ કામ અથવા તો ચર્ચા થતી જ રહે છે. હવે ચર્ચા છે કેટરીના કેફ પોતાની આગલી ફિલ્મમાં અર્જુ રેડ્ડી સ્ટારર વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરતી જોવા મળી શકે છે અને આ અફવા બીજા કોઈએ નહિ બલકે ફેન્સે ઉડાવી દીધી છે. અને તેની પાછળનું કારણ પણ બહુ નાનુ્‌ં છે. કારણ બસ એટલું છે કે કેટરીના કેફે હાલમાં જ અર્જુન રેડ્ડી સ્ટારનો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો છે.
આમ તો વિજય દેવરેકોંડા, અનન્યા પાંડેની અપોઝિટ લાઈગર નામની ફિલ્મથી પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહી છે. પરંતુ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી.
આમ તો કેટરીના કેફ અને વિજયને સાથો જોવાના સમાચાર સાંભળી ફેન્સ ઘણા ઉત્સાહિત થઈ ચૂક્યા છે. હાલ કેટરીના કેફ સાથે પ્રોજેક્ટ્‌સની ભરમાર છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટરીના કેફનું નામ પ્રભાસ સાથે એક રોમેન્ટિક ફિલ્મ માટે જોડાઈ રહ્યું છે. દિલચસ્પ વાત છે કે અગાઉ પ્રભાસની સાહો માટે પણ પહેલી પસંદ કેટરીના કેફ જ હતી.

Related posts

‘એવેન્જર્સ-ઇન્ફિનિટી વૉર’ જોઇને બચ્ચને કહ્યું, ‘કાંઇ ન સમજાયુ’

aapnugujarat

મહિલા પ્રધાન ફિલ્મ માટે રાની મુખરજી બેસ્ટઃ જ્હોન

aapnugujarat

આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1