૨૦૧૬માં એરહોસ્ટેસ્ટ નીરજા ભનોતના જીવન પર બનેલી ફિલ્મ ’નીરજા’એ દર્શકોના અને ક્રિટિક્સના દિલ જીતી લીધા હતા.આ ફિલ્મ માટે સોનમ કપૂરને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. રામ માધવાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મે દુનિયાભરમાં ૧૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ નીરજા ભનોતની ફેમિલીએ ફિલ્મના પ્રોડ્યુસરને સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને કેસ પણ દાખલ કર્યો છે. વાસ્તવમાં ફિલ્મના પ્રોડ્યુસરે ફિલ્મ બનાવતા પહેલા કહ્યુ હતુ કે બૉક્સ ઑફિસની કમાણીનો ૧૦% હિસ્સો નીરજા ભનોટ ટ્રસ્ટ અને તેની ફેમિલીને આપવામાં આવશે પરંતુ તેમણે આમ કર્યુ નથી. નીરજાના ભાઇ આનીશ ભનોતે જણાવ્યુ કે ’અમે અન્યાય નહી સહન કરીએ. આ કેસ લાંબા સમયથી પેંડિંગ છે અને હવે અમે કાયદાકીય રીતે વાત આગળ વધારીશુ.’ અમે માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે તમે આવી રીતે વચન આપીને ફરી ન શકો. ફિલ્મના પ્રોડ્યુસરને નોટિસ મોકલવામાં આવી છે.