Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલની તાજપોશીનો તખ્તો તૈયાર : ઉમેદવારીપત્ર દાખલ કર્યું

રાહુલ ગાંધીની કોંગ્રેસના પ્રમુખ તરીકે તાજપોશીનો તખ્તો તૈયાર થઇ ગયો છે. કોંગ્રેસ પ્રમુખ પદના ચૂંટણીના પરિણામ ૧૯મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ તેના પહેલા જાહેર કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી સામે મોટા પડકાર ઉભા થઇ ગયા છે. કોંગ્રેસના પ્રમુખ પદ માટે આજે રાહુલ ગાંધીએ સવારે ઉમેદવારી દાખલ કરી હતી. આની સાથે જ તેમના પાર્ટી પ્રમુખ બનવા માટેનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ હતું. ઉમેદવારી નોંધાવતી વેળા પ્રસ્તાવક તરીકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ રહ્યા હતા. ઉમેદવારીપત્ર દાખલ કરતી વેળા રાહુલ ગાંધીની સાથે મનમોહનસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અહેમદગ પટેલ, સુશીલ કુમાર શિંદે સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા રાહુલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતને મળ્યા હતા. શિલા દિક્ષીતનું ગળે લગાવી સ્વાગત કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું હતું કે, રાહુલના પ્રસ્તાવક તરીકે સોનિયા ગાંધી રહેશે. ઉમેદવારીપત્ર વેળા ઉપસ્થિત રહેશે પરંતુ ઉમેદવારી નોંધાવી ત્યારે કમલનાથ, મોહસીના કિડવાઈ, નારાયણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી દાખલ કરવા માટે રાહુલ ગાંધી સવારે ૧૦.૩૦ વાગે દિલ્હીમાં પાર્ટી ઓફિસ ઉપર પહોંચ્યા હતા. પાર્ટી સમર્થકો પહેલાથી જ પહોંચવા લાગ્યા હતા. તેમની પાર્ટી પ્રમુખ તરીકે તાજપોશી હવે માત્ર ઔપચારિકતા રહી છે.
રાહુલ ગાંધી ઉમેદવારી પત્ર ભરવા માટે જતા પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પ્રણવ મુખર્જીને મળવા માટે પહોંચ્યા હતા. સોનિયા ગાંધી છેલ્લા ૧૯ વર્ષથી કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા છે. બીજી બાજુ પ્રમુખની ચૂંટણીને લઇને તમામ તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નમેતા કમલનાથ, શીલા દિક્ષિત, તરૂણ ગોગોઇએ રાહુલ માટે ઉમેદવારી પેપરના સેટ દાખલ કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ માટે આશરે ૯૦ સેટ દાખલ કરવામાં આવનાર છે. ઉમેદવારી પત્ર દાખલ કરવા બદલ ગુલામ નબી આઝાદ સહિત પાર્ટીના તમામ નેતાઓએ રાહુલને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધી હવે પાર્ટીમાં નવા પ્રાણ ફુંકી શકશે કે કેમ તે બાબત પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇછે. તેમની સામે અન્ય કોઇ ઉમેદવારી કરે તેવી શક્યતા નહીવત છે. તેમની વરણી સર્વસંમતિથી કરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટી ખુબ આશાવાદી દેખાઇ રહી છે.

Related posts

जम्मू-कश्मीर में केंद्र से हरी झंडी मिलने के बाद होगा परिसीमन

aapnugujarat

જયપુરમાં ટ્રક પલ્ટી ખાતાં પાંચનાં મોત નિપજ્યાં

aapnugujarat

सीबीआई फिर खोलना चाहती हैं बोफोर्स घोटाले का पिटारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1