Aapnu Gujarat
બ્લોગ

ગુજરાતમાં મોદીનો પ્રભાવ રાહુલની અસર

ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને મળેલા વિજયને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સફળતા માનવામાં આવી રહી છે.પરંતુ એક સમયે ભાજપ માટે હિંદુત્વની પ્રયોગશાળા ગણાતાં ગુજરાતમાં યોગીની જન સભાઓને ભાજપની અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ નથી મળી રહ્યો.યોગી આદિત્યનાથની સભા જે સ્થળે હતી, ત્યાં લગભગ ૨૫૦૦ લોકોની બેસવાની વ્યવસ્થા હતી.પરંતુ તેમની સભા વખતે માંડ હજારથી બારસો જેટલા લોકો હાજર હશે. એમાં પક્ષના કાર્યકર્તાઓની પણ સંખ્યા આવી ગઈ.લોકોમાં તેમની સભામાં આવવાનો કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો.યોગી આદિત્યનાથની જન સભામાં પાંખી હાજરી પહેલી વખત નહોતી. ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ તે પહેલાં જ ભાજપે પ્રચારનાં ભાગરૂપે શરૂ કરેલી ગૌરવ યાત્રામાં પણ યોગીએ વલસાડ, પારડી જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સભા કરી હતી. તે સમયે ત્યાં પણ યોગીની જાહેરસભાઓને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. એટલે સુધી કે દેશનાં સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીએ અંડરબ્રિજ નીચે જાહેરસભા સંબોધી હતી.ગુજરાતમાં યોગીની અસર નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો જ પ્રભાવ વધુ છે.યોગીની લોકપ્રિયતા ઉત્તરપ્રદેશની બહાર નથી. જ્યાં છે, ત્યાં સિમિત છે.એક સમયે ગુજરાતમાંથી અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાઓ કાઢી હતી.હવે તેવું વાતાવરણ રહ્યું નથી, પહેલાં જેવી હિંદુત્વની વાત કે લહેર હવે ગુજરાતમાં ચાલતી નથી.હિંદુત્વ એક ઇમોશન હતું. કોઈ પણ આવેશ જે સમય જતાં ઠંડો પડી જાય, તેવી જ રીતે હિંદુત્વ પણ ઠંડું પડી ગયું છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના શબ્દબાણ વધુ આકરાં બનતા જાય છે. ગુજરાત છેલ્લા બે દાયકાથી શાસન કરી રહેલી બીજેપીને ફરી ચૂંટશે કે પરિવર્તન પસંદ કરશે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે.
ગુજરાતમાં સત્તારૂઢ બીજેપીથી કથિત રીતે નારાજ દલિતો અને પાટીદારોની માગણી સાથે ઊભા થયેલા નેતાઓને જે સમર્થન મળી રહ્યું છે તે નોંધપાત્ર છે.બીજી તરફ, કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી નવા આક્રમક અવતારમાં જોવા મળી રહ્યા છે.રાહુલને સાંભળવા માટે સંખ્યાબંધ લોકો એકઠા થઈ રહ્યા છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પુનરાગમન કરી શકે છે.લોકો પરિવર્તન ઇચ્છે છે. મહેસાણાના પાટીદારો ગુસ્સામાં છે. મહેસાણામાં અનામત આંદોલન કે અનામત નહીં આપવાનો મુદ્દો ન હતો.એમનું કહેવું એમ હતું કે અનામત તો અમને બીજેપી કે કોંગ્રેસ બેમાંથી કોઈ નહીં આપે, છતાંય કોંગ્રેસની તરફેણમાં છે, કારણ કે કોંગ્રેસે પાટીદારોની કમ સે કમ હત્યા તો નથી જ કરી.અનામત આંદોલન સમયે થયેલા ગોળીબારકાંડની અસર અને ગુસ્સો પાટીદાર સમાજમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
૨૦૧૫માં પાટીદાર નેતાઓની એક રેલીમાં સામેલ થયેલા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો.તેમાં ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા. એ માટે પાટીદારો તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને જવાબદાર માને છે. પાટીદારોએ એમનાં માટે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.પાટીદારોએ ત્યારે કહ્યું હતું,તેઓ બહુ અભિમાની થઈ ગયાં છે. તેઓ માને છે કે ગુજરાતને તેમનું ગૌરવ છે. તેઓ મનફાવે તેમ વર્તી રહ્યાં છે. તેમને એક ઝટકો આપવો જરૂરી છે, જેથી તેઓ લાઇન પર આવી જાય. દરેક જગ્યાએ આક્રોશ જોવા મળ્યો ન હતો, કેટલાક લોકો નારાજ જરૂર હતા. ખેડાના એક ગામમાં નારાજગી જોવા મળી હતી.આખા દેશના કુલ ઘરેલું ઉત્પાદનની વાત કરીએ તો તેમાં મોખરે છે ખેડા જિલ્લાનાં ગામો. એ ગામોના પાટીદારો વિદેશમાં વસેલા છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં પૈસા દેશમાં મોકલે છે.
યુવા વર્ગ હાર્દિક પટેલને ટેકો આપી રહ્યો છે અને સુરતમાં તેમની ઝુંબેશ પણ સારી રીતે ચાલી રહી છે.સુરતની બાર શહેરી બેઠકો પૈકીની ચાર બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે.અગાઉની ચૂંટણીઓમાં ૭૨ ટકા પાટીદારોએ બીજેપીને મત આપ્યા હતા. આ વખતે શું થશે એ કહી શકાય નહીં.ગુજરાતમાં રસ્તાઓ ઘણા સારા છે. ગામડાંઓમાં શૌચાલયો છે, પાક્કાં ઘરો છે. એ જુઓ તો લાગે કે વિકાસ થયો છે તેમાં કોઈ શંકા નથી, પણ ત્યાં આંગણવાડી કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.તેઓ પરિવર્તન ઇચ્છે છે. એ લોકો સરકારી અને બિન-સરકારી કાર્યક્રમોમાં યોગદાન આપે એવી આશા રાખવામાં આવે છે, પણ તેમનો પગાર બહુ ઓછો છે. આથી તેઓ નારાજ છે.
આધારને રેશન કાર્ડ સાથે જોડવાના મુદ્દે પણ ઘણા લોકો નારાજ છે.આદિવાસી વિસ્તારોના લોકોનું કહેવું એવું હતું કે, અગાઉ તેમના પરિવારનો કોઈ પણ સભ્ય જઈને રેશન લઈ આવતો હતો, પણ હવે જેની પાસે આધાર કાર્ડ નહીં હોય રેશન લેવા જશે તો તેના પરિવારને રેશન નહીં મળે.ફિંગર પ્રિન્ટના સ્કેનિંગમાં થોડી ગડબડ થઈ જાય, તો પણ રેશન નથી મળતું. એ ગડબડના ઇલાજ માટે દૂર આવેલી સરકારી ઓફિસે જવું પડે છે.બીજેપી અહીં લાંબા સમયથી સત્તા પર છે અને લોકો હવે એ વિચારવા લાગ્યા છે કે, ૨૨ વર્ષમાં વર્ષમાં તેમના માટે કંઈ થયું નથી અને મોંઘવારી તથા મુશ્કેલી બન્નેમાં વધારો થયો છે.જોકે, શહેરોમાં પરિસ્થિતિ અલગ છે. સુરતમાં તો એકદમ અલગ પરિસ્થિતિ જોવા મળી હતી.કપડાંના વેપારીઓને જીએસટીને કારણે થયેલા નુકસાન વિશે ઘણું વાંચ્યું હતું, પણ ત્યાંની માર્કેટમાં લોકોએ કહ્યું હતું કે, તેઓ મોદીને મત આપશે.વેપારીઓએ જણાવ્યું હતું કે, માર્કેટમાં અગાઉ જબરી ભીડ જોવા મળતી હતી, પણ જીએસટીને કારણે બજાર ખાલી રહેવા લાગ્યાં છે.બજારમાં મંદી આવી છે, પણ તેના ઇલાજ માટે તેઓ મોદીને જ ટેકો આપશે, કારણ કે તેમણે ઇલાજની શરૂઆત કરી દીધી છે.બીજેપી હારી જશે તો જીએસટીના દર ફરી ઘટાડીને સરકારે જે મદદ કરી છે, તેનો લાભ ફરી કદાચ નહીં મળે એવો વેપારીઓને ડર છે.તેથી તેઓ ફરી બીજેપી પાસેથી આશા રાખી રહ્યા છે. અમદાવાદમાં મધ્યમવર્ગના લોકોમાં ઘણી બાબતે નારાજગી જોવા મળી હતી.લોકોમાં ખાસ કરીને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવાઈ જવાનો ડર જોવા મળ્યો હતો. લોકો સત્તારૂઢ પક્ષથી જ સંતુષ્ટ રહેવા ઇચ્છતા હોય એવું અનુભવાયું હતું.ગુજરાતમાં સૌથી વધારે ગુસ્સો પાટીદારોમાં છે, એવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. પાટીદારોએ જણાવ્યું હતું કે, તેમને નરેન્દ્ર મોદી સામે નહીં, બીજેપી સામે છે.પાટીદારોના જણાવ્યા મુજબ, તેઓ વ્યક્તિ અને પાર્ટીને ભેદ રાખે છે. તેમને નરેન્દ્ર મોદી માટે હજુ પણ આદર છે.કોંગ્રેસ તરફ ઢળેલા લોકો બીજેપીને ઝટકો દેવા ઇચ્છે છે. એ લોકોએ કહ્યું હતું,બીજેપીને તેની ઓકાત દેખાડવી છે.રાજકોટમાં ઘણા લોકોએ એવું કહ્યું હતું,અત્યારે ઝટકો આપીશું, ફટકો મારીશું તો ૨૦૧૯ માટે લાઇનમાં આવી જશે, નહીં તો એમના મનમાં રાઈ ભરાઈ જશે.લોકો બીજેપીને રવાના કરીને બીજી સરકાર લાવવા નથી ઇચ્છતા. બીજેપી ઠીક થઈ જાય, તેનું અભિમાન ઉતરી જાય એવું લોકો ઇચ્છે છે.કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી આ વખતે ગુજરાતમાં અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે. તર્કબદ્ધ ભાષણો, આક્રમક અભિગમ અને એમનો નવો અવતાર જોવા મળી રહ્યો છે, પણ ગુજરાતને રાહુલ ગાંધીમાં નવો નેતા દેખાય છે?આ વખતે એવું લાગી રહ્યું છે કે લોકો રાહુલ ગાંધીની વાત સાંભળી રહ્યા છે.ગુજરાતમાં જે મૂડ છે, તેને કારણે લોકોમાં એવી આશા બંધાઈ છે કે, એક તક આપ્યા વિના રાહુલ ગાંધીને હડસેલી દેવા ઠીક નથી.લોકો હવે એવું માનતા થયા છે કે, રાહુલ ગાંધીને સરકાર ચલાવવાની એક તક આપવી જોઈએ. એ પછી જ તેમની કાબેલિયત વિશે ટિપ્પણી કરવી જોઈએ.સુરેન્દ્રનગરમાં કેટલાક લોકોએ નરેન્દ્ર મોદી માટે અપશબ્દો કહ્યા, ત્યારે રાહુલ ગાંધીએ તેમને અટકાવ્યા હતા.રાહુલે એ લોકોને કહ્યું હતું, ’’આવું હું પણ નહીં બોલું અને તમારે પણ નથી બોલવાનું, કારણ કે તેઓ આપણા વડા પ્રધાન છે.’’ રાહુલની આ વાત લોકોને બહુ પસંદ પડી હતી.સ્થાનિક સંદર્ભમાં વિચારીએ તો એવું સામાન્ય રીતે થતું નથી, પણ સોશિઅલ મીડિયાના આ દૌરમાં લોકોને દરેક પ્રકારના સમાચાર મળતા હોય છે.તેથી ઉત્તર પ્રદેશ પાલિકા ચૂંટણીના પરિણામની કોઈ અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર નહીં પડે એવું કહેવું મુશ્કેલ છે.જે લોકો ટેલિવિઝન પર, સોશિઅલ મીડિયા પર આ સમાચાર વાંચી રહ્યા હશે તેમણે માત્ર આ સમાચાર જ નહીં વાંચ્યા હોય.નરેન્દ્ર મોદી પણ એવા લોકો સાથે જોડાઈ રહ્યા છે, જેઓ સોશિઅલ મીડિયા સાથે જોડાયેલા છે. એ લોકો મોદીને વાંચી પણ રહ્યા છે અને તેમની અપીલ પણ સાંભળતા હશે.નરેન્દ્ર મોદી ખુદને એક એવા ગુજરાતી તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે, જે કોઈ પણ ભોગે બધું બહેતર કરવા માટે તૈયાર હોવાનું વચન આપે છે. નરેન્દ્ર મોદી મેદાનમાં ન હોય તો બીજેપી બહુ ખરાબ રીતે ચૂંટણી હારી શકે છે.મોદી લહેરનો જાદુ હજુ યથાવત છે એવું તો ન કહી શકાય, પણ શહેરી વિસ્તારોમાં બીજેપીનું પલડું ભારે છે.ગુજરાતમાં બીજેપી વિરોધી વાતાવરણ રચાઈ રહ્યું હોવાનું પણ સ્પષ્ટપણે કહી શકાય.કોંગ્રેસ અને હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી તથા અલ્પેશ ઠાકોરની ત્રિપુટી એક રીતે બીજેપી વિરોધી લહેર પર સવાર થઈ ગયાં છે.ગુજરાતનો મતદાતા છેલ્લે શું વિચારશે તેનો આધાર, કોંગ્રેસ તથા ત્રિપુટી બીજેપી વિરોધી લહેરનો કેટલો લાભ લઈ શકે છે તેના પર છે.કોંગ્રેસ માટે મોટી સમસ્યા એ છે કે, તેનું સંગઠન અત્યંત નબળું પડી ગયું છે. તેને ફરી મજબૂત બનાવવું પડશે.બીજેપી પાસે સંખ્યાબંધ કાર્યકરો છે, પણ કોંગ્રેસના કિસ્સામાં એવું નથી. આ બાબત પણ કોંગ્રેસ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : નહેરૂ અસ્પૃશ્યતા નાબુદી માટે ઉદાસીન : રાજ્ય બંધારણમાં સુધારાની કડક ટીકા

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

પતંગ ઉદ્યોગ પર જી.એસ.ટીનું ગ્રહણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1