Aapnu Gujarat
રમતગમત

છ બેવડી સદી ફટકારનારો કોહલી પ્રથમ કેપ્ટન બન્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફિરોઝ શાહ કોટલા મેદાન પર આજે વધુ એક રેકોર્ડ સર્જ્યો હતો. સતત બીજી બેવડી સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. નાગપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પણ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. સતત બે ટેસ્ટ મેચોમાં બે બેવડી સદી ફટકારનાર તે બીજો ભારતીય બની ગયો હતો. આ અગાઉ વિનોદ કાંબલી આ સિદ્ધિ મેળવી ચુક્યો છે. વિરાટ કોહલીની બેવડી સદીની સંખ્યા છ થઇ ગઇ છે જ્યારે કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ અગાઉની ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાના રેકોર્ડની બરોબરી કરી હતી. આજે મેદાન પર ઉતર્યો ત્યારે ચાહકો તેની પાસેથી બેવડી સદીની અપેક્ષા રાખી રહ્યા હતા. બેવડી સદી પુરી થયા બાદ એવું લાગી રહ્યું હતું કે, વિરાટ કેરિયરની ત્રેવડી સદી ફટકારશે પરંતુ તે ૨૪૩ રન કરીને આઉટ થયો હતો. સૌથી વધુ બેવડી સદીના મામલામાં વિરાટ કોહલીને સચિન અને સહેવાગની બરોબરી કરી લીધી છે. ખાસ બાબત એ છે કે, વિરાટ કોહલીએ પાંચ બેવડી સદી છેલ્લા ૧૫ મહિનામાં ફટકારી છે. સચિન અને સહેવાગ પણ પોતાની કેરિયરમાં છ-છ બેવડી સદી પુરી ચુક્યા છે. વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાન ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને સૌથી વધુ ૧૨ બેવડી સદી ફટકારી છે. ૧૧ બેવડી સદી સાથે સંગાકારા બીજા સ્થાને રહ્યો છે. આ અગાઉ વિનોદ કાંબલીએ ૧૯૯૨-૯૩માં ઇંગ્લેન્ડ સામે ૨૨૪ અને ઝીમ્બાબ્વે સામે ૨૨૭ રનની ઇનિંગ્સ રમી હતી. ડોન બ્રેડમેન આ કરિશ્મો ત્રણ વખત કરી ચુક્યા છે. ઇંગ્લેન્ડના મહાન ખેલાડી વોલી હેમન્ડે બે વખત આ કરમિશ્મો કર્યો હતો. ભારતના મેદાન ઉપર બેવડી સદી ફટકારનારાઓમાં ગાવસ્કર, ગંભીર સામેલ છે.

Related posts

એશિયા કપ હોકી ટ્રોફી પર ભારતનો ફરીવખત કબજો

aapnugujarat

रेसलर योगेश्वर दत्त बीजेपी में शामिल हुए

aapnugujarat

પીટરસને આઈસીસી પર ઈંગ્લેન્ડમાં મેચ આયોજન કરાવવા પર સવાલ ઉઠાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1