Aapnu Gujarat
રમતગમત

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી ટેસ્ટ : વિરાટ સેના પૂર્ણ તૈયાર

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચમાં પણ જીત મેળવી શ્રેણીને ૨-૦થી જીત મેળવી લેવા ભારતીય ટીમ સુસજ્જ દેખાઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને છે. ટીમના જુસ્સાને જોતા ભારતીય ટીમ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ શ્રીલંકા પણ નાગપુર ટેસ્ટમાં કંગાળ દેખાવ કર્યા બાદ વધુ સારો દેખાવ કરવા માટે પ્રયાસ કરે તેવી શક્યતા છે. મેચમાં ટોસ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે.અત્રે નોંધનીય છે કે નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી. ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇનિંગ્સના અંતરથી હાર આપી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૬૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૪૯.૩ ઓવરમાં ૧૬૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ યજમાન ટીમે મોટી જીત હાંસલ કરી હતી. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી હતી. અશ્વિને ટેસ્ટ કેરિયરમાં ૩૦૦ વિકેટ પુરી કરી હતી. નાગપુર ખાતે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે બ્રાયન લારાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. એક જ ઇનિંગ્સમાં ભારત તરફથી ત્રણ સદી પાંચ વખત બની ચુકી છે. કેપ્ટન તરીકે ૧૦ સદી ફટકારનાર વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ હાસલ કરી હતી.
છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૬ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે ૯ ટેસ્ટ મેચો જીતી છે. ૯ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૬ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી ૭ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૮ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની આઠ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજી બાજુ શ્રીલંકન ટીમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે પરંતુ કોલકાતા ટેસ્ટમાં હારતા હારતા બચી ગયા બાદ નાગપુરમાં તેની કારમી હાર થઇ હતી. અત્રે નોંધનીય છે કે, કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. ભારતીય ટીમ સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. જો ટીમ ડ્રો પણ કરી લેશે તો સતત નવ ટેસ્ટ સિરિઝ જીતવાના ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના રેકોર્ડની બરોબરી કરશે.

Related posts

अपनी बायोपिक में रितिक को देखना चाहते हैं गांगुली

aapnugujarat

स्मिथ के करीब पहुंचे कोहली

aapnugujarat

કંગનાએ બંગાળમાં તોફાનો ભડકાવ્યાની ફરિયાદ

editor

Leave a Comment

UA-96247877-1