Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણી : ઓબીસી માટેની ટિકિટમાં વધારો થયો

ગુજરાતમાં બે દશકથી પણ વધુ સમય સુધી શાસન કર્યા બાદ હવે ભાજપની સામે હાલમાં શાસન વિરોધી પરિબળ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો પણ છે જે ગુજરાતમાં ભાજપને પડકારરૂપ સ્થિતીમાં મુકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરી અને શાસન વિરોધી પરિબળોના કારણે ભાજપ સામે મુશ્કેલી દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી લાંબા સમય બાદ ગુજરાતમાં વાપસી કરવાની તૈયારીમાં છે. તેના દ્વારા તમામ તાકાત લગાવી દેવામા ંઆવી છે. એસસી એસટી અને ઓબીસી એકતા મંચના ૬ણ લીડરો અલ્પેશ ઠાકોર, પાટિદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિગ્નેશ મેવાની કોંગ્રેસના સમર્થનમાં દેખાઇ રહ્યા છે જેથી ભાજપ માટે પ્રથમ વખત જટિલ સ્થિતી સર્જાયેલી છે. આવી સ્થિતીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પાટીદારોને પ્રભાવિત કરવાની સાથે સાથે ઓબીસી સમુદાયને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કર્યા છે. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે. વિપક્ષી છાવણીમાં નવા જાતિ ગઠબંધનના કારણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ વખતે ઓબીસી ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ કુલ ૧૮૨ વિધાનસભાની સીટ પૈકી ૫૭ ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. જે વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં ૧૦ વધારે છે. વર્ષ ૨૦૧૨માં ભાજપે ઓબીસીના ૪૭ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આવી જ રીતે કોંગ્રેસ પાર્ટીએ પણ અન્ય પછાત જાતિ અથવા તો ઓબીસીના ૬૫ ઉમેદવારોને આ વખતે ટિકિટ આપી છે. જે વર્ષ ૨૦૧૨માં ૫૭ હતા. ભાજપે કોળી સમુદાયના લોકોને સાત વધારે સીટો આ વખતે આપી દીધી છે. ગુજરાત બાજપના પ્રવકતા ભરત પંડ્યાએ કહ્યુ છે કે અમારી પાર્ટીએ જાતિ જેવા પરિબળોને પણ ધ્યાનમાં લીધા છે. ભારતીય જનતા પાર્ટી તમામ જાતિને વાજબી પ્રતિનિધીત્વ આપવા માટે ઇચ્છુક છે. તેમની જીતવાની ક્ષમતા અને ઉમેદવારોની લોકલ કનેક્ટિવિટીને ધ્યાનમાં લઇને ટિકિટ આપવામાં આવે છે. ઓબીસીમાં પણ ૧૪૬ જાતિ રહેલી છે. અમે નાની જાતિઓને પણટિકિટ આપી છે. તેમ કહીને પંડ્યાએ કહ્યુ હતુ કે દળવાડી, પંચાલ અને પ્રજાપતિને પણ ટિકિટ આપવામાં આવી છે.બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ વર્ષ ૨૦૧૨માં ૪૫ પાટીદારોને ટિકિટ આપી હતી. જેમાં ૧૮ કડવા પાટીદારો હતા. આ વખતે તેમની આ સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસે સંખ્યા વધારી છે. ભાજપે આ વખતે પણ લઘુમતિ સમુદાયના કોઇને ટિકિટ આપી નથી. કોંગ્રેસે છ મુસ્લિમોને ટિકિટ આપી છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. જેને લઇને હાલમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર તૈયારી કરી લેવામાં આવી છે. ઓબીસી ઉમેદવારોની સંખ્યામાં આ વખતે વધારો થયો છે.

Related posts

કડી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

જીએસટી બાદ રાજ્યની આવકમાં ઘટાડો..!

aapnugujarat

યુગ શક્તિ ગાયત્રી મંદિર દ્વારા બ્રહ્મભોજન

editor

Leave a Comment

UA-96247877-1