Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાંથી૧૦૦ યુવાન આઇએસમાં જોડાયા

સુરક્ષા સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવેલા નવા અને ચિંતાજનક આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના જુદા જુદા ભાગોમાંથી આશરે ૧૦૦ યુવાનો ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસની સાથે જોડાઇ ગયા છે. આ લોકો આઇએસની સાથે જોડાઇ ગયા બાદ હવે હિંસાનો હિસ્સો બનવા માટે અફઘાનિસ્તાન, સીરિયા અને ઇરાક જેવા દેશોમાં પહોંચી ગયા છે. ખતરનાક ટ્રેનિંગ પણ મેળવી રહ્યા છે. જો કે સુરક્ષા સંસ્થાઓનુ કહેવુ છે કે મોટી વસ્તી અને મુસ્લિમ સમુદાયની જંગી હિસ્સેદારીને ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો વધારે કહી શકાય નહી. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાંથી આ યુવાનો ઇસ્લામિક સ્ટેટના હિસ્સા તરીકે બનવા માટે ભારત છોડીને આઇએસના કબજાવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે. ભારતમાંથી ૫૦ યુવાનો આઇએસના કબજાવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે. આવી જ રીતે બીજા દેશોમાંથી પણ આટલી જ સંખ્યામાં ભારતીય યુવાનો ઇસ્લામિક સ્ટેટના અંકુશવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે. આમાંથી મોટી સંખ્યામાં લોકો અખાત દેશમાં રહે છે. એક ગુપ્તચર અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે ઇસ્લામિક સ્ટેટને ભારત અને અન્ય પશ્ચિમી દેશોમાંથી મોટી સંખ્યામાં યુવાનોને પોતાની તરફ ખેંચવામાં સફળતા મળી નથી. જે સાબિત કરે છે કે આઇએસની તમામ યોજના ફ્લોપ રહી છે. એવા પુરાવા પણ મળી રહ્યા છે કે મોટા ભાગના યુવાનો ગ્લોબલ જેહાદ માટે પોતાના પરિવારને છોડવા માટે તૈયાર નથી. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ છે કે ત્રાસવાદીઓ તેમની યોજનામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તપાસ સંસ્થાઓ તરફથી ઇન્ટરનેટ પર ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી વિગત સપાટી પર આવી રહી છે. તપાસ સંસ્થાઓના કહેવા મુજબ ઇન્ટરનેટ પર ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી સામગ્રી શોધવાના મામલે કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ જેવા દક્ષિણી રાજ્યો સૌથી આગળ રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં એવા લોકો છે જે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી માહિતી ગુગલ પર સર્ચ કરી રહ્યા છે. જમ્મુકાશ્મીરના યુવાનોમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી માહિતી એકત્રિત કરવાની ઉત્સુકતા દેખાઇ છે. એક ગુપ્તચર અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરના જે યુવાનો ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાઇ જવા માટે ઇચ્છુક છે તેમને કટ્ટરતાના જુદા જુદા સ્તર પર રાખી શકાય છે. અત્રે નોંધનીય છે કે ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થઇ ચુકેલા યુવાનો પૈકી સૌથી મોટી સંખ્યા કેરળમાંથી નોંધાઇ છે.

Related posts

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો નિર્ણય

aapnugujarat

રાજ્યસભામાં ભાજપ હવે બિલોને પસાર કરી શકશે

aapnugujarat

अयोध्या केस में ३३वें दिन की सुनवाई खत्म

aapnugujarat

Leave a Comment

UA-96247877-1