Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ બ્લાસ્ટ : તૌસીફ ખાનને લાવવા માટેની તૈયારી

અમદાવાદના સીરીયલ બોંબ બ્લાસ્ટના આરોપી તૌસીફખાન ઉર્ફે તૌસીફ સગીરખાન પઠાણને શહેર ક્રાઇમબ્રાંચે બિહારથી અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ બિહારથી આરોપી તૌસીફખાન પઠાણને ટ્રાન્સફર વોરંટના આધારે તેને અહીં લાવશે. તૌસીફખાન સહિતના આરોપીઓની અમદાવાદના ૨૦૦૮માં થયેલા સીરીયલ બ્લાસ્ટ કેસમાં શું ભૂમિકા હતી તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ બિહાર પોલીસના હાથે આરોપી તૌસીફખાન પઠાણ સહિતના ત્રણ આરોપીઓ ઝડપાયા હતા અને તેમાં તૌસીફખાન પઠાણની પૂછપરછમાં તેની અમદાવાદના સીરીયલ બોંબ બ્લાસ્ટના કેસમાં સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, તૌસીફખાન પઠાણ એ પ્રતિબંધિત સીમીનો સક્રિય સભ્ય છે અને જૂહાપુરા સ્થિત આલમઝેબ આફ્રિદી સાથે નજીકથી સંકળાયેલો હતો કે જે ૨૦૧૪ના બેંગ્લુરૂ બ્લાસ્ટમાં આરોપી હતો. ૨૦૦૮માં અમદાવાદના સીરીયલ બોંબ બ્લાસ્ટ બાદ આરોપી તૌસીફખાન પઠાણ ફરાર થઇ ગયો હતો અને ત્યારથી આ કેસમાં તે વોન્ટેડ હતો. જો કે, બિહાર પોલીસના હાથે ઝડપાઇ ગયા બાદ અને ત્યાં તપાસનો તબક્કો પૂરો થયો હોવાથી હવે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આરોપી તૌસીફખાનને અહીં લાવવાની તજવીજ હાથ ધરી છે. આગામી દિવસોમાં ક્રાઇમબ્રાંચની તૌસીફખાનની પૂછપરછ દરમ્યાન સીરીયલ બોંબ બ્લાસ્ટને લઇ મહત્વના ખુલાસા થાય તેવી પણ શકયતા છે.

Related posts

વાયબ્રન્ટ સમિટ : ૧૫,૫૨૧ ઉદ્યોગો દ્વારા રુ.૪.૨૦ લાખ કરોડનું મૂડી રોકાણ થયું

aapnugujarat

ગુજરાત સરકાર લવ જેહાદને નાથવા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ કરશે

editor

ગુજરાત હાઇકોર્ટને જાહેર કરાયો માઇક્રો કન્ટેઇન્મેન્ટ

editor

Leave a Comment

UA-96247877-1