Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટને જાહેર કરાયો માઇક્રો કન્ટેઇન્મેન્ટ

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત અને દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના કેસો ઘટવાને બદલે વધી રહ્યા છે. તેવામાં 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટનાં 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત હાઈકોર્ટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા 6 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ બીજા બે કેસો પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે 3 દિવસ માટે હાઈકોર્ટને બંધ કરાઈ છે. હાઈકોર્ટના દરવાજા બહાર AMC એ પોસ્ટર લગાડી દીધા છે, એટલું જ નહીં, લોકોની અવર જવર ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

AMCની ગાઈડલાઈન પ્રમાણે 3થી વધારે કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને 14 દિવસ માટે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યારે એકસાથે 8 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 8-10 જુલાઈ ગુજરાત હાઈકોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને AMC દ્વારા આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટ પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે.

Related posts

એસટીમાં કડંકટરોની ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટનો સ્ટે

aapnugujarat

ગુજરાત ચૂંટણી તારીખોની જાહેરાત કેમ નહીં : કોંગ્રેસ

aapnugujarat

વિજાપુર ધનપુરા રણછોડપુરા વચ્ચેના રોડ પર અકસ્માત : ૨નાં મોત

editor

Leave a Comment

UA-96247877-1