Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દલવીર ભંડારીના લોબિંગ માટે સુષમા સ્વરાજે કરેલ ફોન ગેમ ચેન્જર પુરવાર થયા

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટનના ઉમેદવારને પછાડીને બીજી વખત સીટ હાંસલ કરનારા ભારતની આ સફળતાએ દુનિયાભરના શક્તિશાળી દેશોને ચોંકાવી દીધા છે. ભારતને આ સફળતા અનાયાસે મળી નથી, પરંતુ સુષમા સ્વરાજના નેતૃત્વ હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા આ માટે આક્રમક રાજદ્વારી પ્રયાસો કરવામાં આવ્યા હતા.ભારતને મોટા પાયે સમર્થન મળતું જોઈને બ્રિટન તરફથી ક્રિસ્ટોફર ગ્રીનવૂડની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ સરકારી એજન્સીઓને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે ભારત પ્રથમવાર સુરક્ષા પરિષદના પાંચ શક્તિશાળી દેશોના ગઠબંધન સામે કામ લઈ શકશે.
ભારતીય જજ દલવીર ભંડારીની બીજી વખત આઈસીજેમાં વરણી માટે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સ્વયં પોતાના સ્તરે સક્રિય હતા. દલવીર ભંડારી માટે સમર્થન મેળવવા સુષમા સ્વરાજે પોતાના સમકક્ષ વિદેશ પ્રધાનોને ૬૦થી વધુ ફોન કર્યા હતા. સુષમા સ્વરાજના ૬૦થી વધુ ફોન ભારત માટે ગેમ ચેન્જર પુરવાર થયા હતા અને દલવીર ભંડારી આઈસીજેમાં ચુંટાવામાં સફળ રહ્યા હતાં.વિદેશ સચિવ એસ. જયશંકરે પણ સંપૂર્ણ સક્રિયતા સાથે દુનિયાભરના નેતાઓ સુધી ભારતની વાત પહોંચાડવા સંગઠિત થયા હતા. સોમવારે આગલા દોરના વોટિંગ પહેલાં તેમણે તમામ દેશોનો સંપર્ક સાધવાનું કામ કર્યું હતું.

Related posts

India to impose additional customs duties on 29 US products

aapnugujarat

मास्क पहनने वाले हर समय कोरोना से संक्रमित रहते हैं : ट्रंप

editor

चीन ने 14 हजार किलोमीटर तक मार करने वाली मिसाइल का किया परीक्षण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1