Aapnu Gujarat
ગુજરાત

અંબિકા ફુડના ડિરેકટરો સાથે સંબંધિત કૌભાંડ : પોલીસનો સી સમરી રિપોર્ટ મેટ્રો પોલિટન કોર્ટે ફગાવ્યો

બોગસ દસ્તાવેજોના આધારે બાવળાની અંબિકા ફુડ પ્રોડકટ્‌સ પ્રા.લિના નામે બેંકમાં બોગસ ખાતાઓ ખોલી કંપનીના ઉઘરાણીના લાખો રૂપિયાની ઉચાપત કરવાના ચકચારભર્યા કેસમાં સેટેલાઇટ પોલીસે રજૂ કરેલો સી સમરી રિપોર્ટ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે પોલીસ તપાસની તીખી આલોચના કરી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ કરવા જણાવી બે મહિનામાં વિગતવાર રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. અગાઉ કોર્ટે અંબિકા ફુડ પ્રોડકટ્‌સ પ્રા.લિ.ના આરોપી ડિરેકટર મનીષકુમાર બિપિનચંદ્ર પટેલ, કૃણાલ બિપીનચંદ્ર પટેલ, કોટક મહિન્દ્રા બેંક લિ., શિવરંજની બ્રાંચના જવાબદાર અધિકારી વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૧૫૪ હેઠળ ફરિયાદ નોંધવા સેટેલાઇટ પોલીસને હુકમ કર્યો હતો. સાથે સાથે આ પ્રકરણમાં કોગ્નીઝેબલ ગુનાની તપાસ માટે સીઆરપીસીની કલમ-૧૫૬(૩) હેઠળ તપાસ કરવા વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. પોતાના સગાકાકાનું ફુલેકું ફેરવી ઇપીકો કલમ-૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૭૧ (જન્મટીપ સુધીની સજાની જોગવાઇ) ૧૨૦(બી) અને ૧૧૪ મુજબ ગુનો આચરનાર કંપનીના આરોપી ડિરેકટર ભત્રીજાઓ અને કોટક મહિન્દ્રા બેંક લિ., શિવરંજની બ્રાંચના જવાબદારઅધિકારી વિરૂધ્ધ ખુદ કંપનીના ચેરમેન કમ ડિરેકટર હસમુખભાઇ પટેલે મેટ્રોપોલીટન કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, આરોપી ડિરેકટર મનીષ બિપીનચંદ્ર પટેલ અને કૃણાલ બિપીનચંદ્ર પટેલ(રહે.૮,મણિચંદ્ર કો.ઓ.હા.સો.લિ વિ-૧, સુરધારા સર્કલ,થલતેજ- મૂળ વતન બાવળા)એ માર્ચ-૨૦૧૦માં કંપની એકટની કલમ-૨૮૪નો ભંગ કરી ગેરકાયદે રીતે બોગસ દસ્તાવેજો બનાવી ફરિયાદી તેમ જ તેમના ભાઇ દિલીપકુમાર પટેલને ડિરેકટરમાંથી ડિસમીસ કરી દેવાયા છે તેવા બનાવટી ડોકયુમેન્ટ્‌સ ઉભા કરી ફોર્મ નં-૩૨ બનાવી રજિસ્ટ્રારઓફ કંપનીઝમાં મોકલાવ્યા હતા. જેને આરઓસીએ ઇનવેલીડ ગણાવ્યા હોવાછતાં આરોપી ડિરેકટર ભત્રીજાઓએ ફરિયાદી હસમુખભાઇ પટેલ અને તેમના ભાઇને ડિરેકટર પદેથી દૂર કરેલા બતાવી ગેરકાયદે રીતે કોટક મહિન્દ્રા બેંક લિ.,શિવરંજની બ્રાંચમાં ખાતુ ખોલાવી તેમાંથી કંપનીની ઉઘરાણીના લાખો રૂપિયાની બારોબાર ઉચાપત કરી ગંભીર પ્રકારની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુુનો આચર્યો છે. આરોપીઓએ આ પ્રકારે અન્ય શહેરોમાં પણ કંપનીના બોગસ ખાતાઓ ખોલી મોટાપાયે નાણાંકીય ઉચાપત કરી હોવાની આશંકા પણ ફરિયાદમાં વ્યકત કરાઇ હતી. ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે. ગોસ્વામીએ પોલીસના સી સમરી રિપોર્ટ સામે સખત વાંધો લીધો હતો, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો.

Related posts

સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા 12 મા સરસ્વતી સન્માન સમારોહ

editor

CM handovers another 164 Letters of Intent under CNG Sahbhaagi Yojana

editor

૩૧ જિલ્લામાં ૪.૭૨ કરોડથી વધુ ચો.મી. જમીન ઉપર દબાણો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1