Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર કાર્ડની વિગતો લીક થઈ જ નથી : યુઆઈડીએઆઈ

યુઆઈડીએઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આધાર કાર્ડની વિગતો લીક થઈ જ નથી. અગાઉ એવા અહેવાલ વહેતા થયા હતાં કે ૨૧૦ સરકારી વેબસાઈટોએ આધાર કાર્ડની વિગતો લીક કરીને જાહેર કરી છે. આધાર કાર્ડ માટેની સત્તાવાર ઓથોરિટી યુઆઈડીએઆઈએ જણાવ્યું હતું કે સરકારની ૨૧૦ વેબસાઈટોએ ડેટા લીક કરી છે, પરંતુ તેમાં આધાર કાર્ડને લગતી વિગતો પ્રસિદ્ધ કરાઈ નથી. આ અહેવાલ સત્યવિહોણા છે અને વાસ્તવિકતાને ખોટી રીતે રજૂ કરાઈ છે.
યુઆઈડીએઆઈએ ચોખ્ખુ જણાવ્યું હતું કે આઈટીઆઈ એકટ અંતર્ગત જ આ વેબસાઈટોએ આધાર કાર્ડની વિગતો જાહેર કરાઈ છે. તેમાં સંબંધિત વ્યક્તિનું નામ, સરનામું, બેન્ક ખાતા નંબર અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. યુઆઈડીએઆઈના ડેટાબેઝમાં બધીજ માહિતી સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની માહિતી ફૂટી ગઈ નથી. આધાર કાર્ડ માટેની સિક્યુરિટી સિસ્ટમ ભારે સંગીન છે અને કોઈ પણ પ્રકારની માહિતી લીક થવાની ચોરી થવાની શક્યતા નથી. જે વિગતો લીક કરાઈ છે તેનાથી સંબંધિત વ્યક્તિને કોઈ જ જોખમ પણ નથી.
ઓથોરિટીએ વધુમાં કહ્યું હતું કે બાયોમેટ્રિક ઈન્ફર્મેશન વિના આધાર કાર્ડની વિગતોનો ખોટો ઉપયોગ શક્ય જ નથી. કોઈને પણ આધારની વિગતો લીક થવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

Related posts

મતદાન બાદ તૃણમુલ નરસંહાર કરાવી શકે છે : સીતારામન

aapnugujarat

देश को भाजपा का सामना करने एक मजबूत विपक्ष की जरूरत : आनंद शर्मा

editor

કોંગ્રેસ છોડી જેડીએસ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1