Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલની તાજપોશીનો માર્ગ મોકળો : ૧૧મીએ ઘોષણાની વકી

રાહુલ ગાંધીની કોંગ્રેસ પ્રમુખ તરીકેની તાજપોશી માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. આજે સોનિયા ગાંધીના આવાસ ૧૦ જનપથ પર યોજાયેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પ્રમુખ ચૂંટાઈ આવવા માટેની પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી માટે પહેલી ડિસેમ્બરના દિવસે જાહેરનામુ જાહેર કરવામાં આવશે. આના માટે ચોથી ડિસેમ્બરના દિવસે અરજીપત્રક ભરાશે. પાંચમી નવેમ્બરના દિવસે અરજીપત્રકોમાં તપાસ થશે. ૧૧મી ડિસેમ્બર સુધી અરજી પરત લઇ શકાશે. ૧૬મી ડિસેમ્બરના દિવસે જો શક્ય હશે તો મતદાન થશે. આજ દિવસે અધ્યક્ષના નામની જાહેરાત કરી દેવામાં આવશે. જો રાહુલ ઉપરાંત અન્ય કોઇ નામ રહેશે નહીં તો સર્વસંમતિથી પ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાશે. ૧૧ તારીખના દિવસે જ પ્રમુખ તરીકે જો રાહુલની ચૂંટણી જાહેર કરવામાં આવશે તો ગુજરાત ચૂંટણીમાં પણ આનો ફાયદો મળી શકે છે. ગુજરાતમાં ૧૪મી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાશે. એમ માનવામાં આવે છે કે, રાહુલ ગાંધી સર્વસંમતિથી જ પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે. આનું કારણ એ છે કે, કોંગ્રેસ પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ લાંબા સમયથી રાહુલને પાર્ટી પ્રમુખ બનાવવાની વાત કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં કોઇ નવા અધ્યક્ષ માટે અરજી દાખલ કરશે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કોંગ્રેસના સુત્રોના કહેવા મુજબ જો રાહુલ સિવાય અન્ય કોઇ અરજી આવશે નહીં તો રાહુલના વિજેતા તરીકેની જાહેરાત કરવામાં આવશે. રાહુલની તાજપોશીને લઇને કોંગ્રેસની બેઠક પહેલા પાર્ટીને ગુજરાતમાં બે ફટકા પડી ચુક્યા છે. રવિવારે મોડી રાત્રે ટિકિટ ફાળવણીને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ખેંચતાણ થઇ હતી. કાર્યકરોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. પાસના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આના કારણે ચૂંટણી માહોલને પણ અસર થઇ છે. યુપીએમાં સામેલ રહેલા શરદ પવારે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. રાહુલ ગાંધીની તાજપોશીને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચા રહી છે પરંતુ વારંવાર તેમની તાજપોશીને ટાળવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ આ વખતે જોરદાર પ્રચાર કરીને તમામનું ધ્યાન ખેંચ્યું છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની નિમણૂંકને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આજે ૧૦ જનપથ ખાતે યોજાયેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૧મી ડિસેમ્બરના દિવસે રાહુલની તાજપોશીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

મ.પ્ર. ચૂંટણી : પટવારીના વિડિયોથી કોંગીને નુકસાન

aapnugujarat

નીતીશકુમાર ગમે ત્યારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે

aapnugujarat

અનૈતિક સંબંધની શંકામાં મહિલાએ પોતાના પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યુ..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1