Aapnu Gujarat
ગુજરાત

જન અધિકારના દસની યાદી જાહેર : અપક્ષ તરીકે લડશે

જન અધિકાર મંચના યુવા નેતા પ્રવીણ રામે ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનું વલણ સ્પષ્ટ કરી હવે અપક્ષ ઉમેદવારી સાથે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું જાહેર કર્યું છે. પ્રવીણ રામ તરફથી આજે જન અધિકાર મંચના દસ ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી હતી, જેમાં જન અધિકાર મંચના યુવા નેતા પ્રવીણ રામ ગાંધીનગર ઉત્તર અને કેશોદ બેઠક એમ બે જગ્યાએથી ઉમેદવારી નોંધાવશે, જયારે યુવા નેતા હિતેશ ગુપ્તા અમરાઇવાડી વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ સિવાય રાજયની અન્ય બેઠકો પરથી જન અધિકાર મંચના જે ઉમેદવારો ચૂંટણી લડવાના છે, તેમાં અશ્વિનભાઇ પટેલ નિકોલ બેઠક પરથી, વસંતભાઇ પટેલ પરથી ઠક્કરબાપા નગર બેઠક, પ્રવીણ નકુમ તળાજા બેઠક, ઘનશ્યામભાઇ પરમાર પાલિતાણા બેઠક, રાજુભાઇ આહીર ગારિયાધાર, ભાવેશ વાળા ઉના બેઠક પરથી, રોનક ટોડરમલ પોરબંદર બેઠક પરથી અને અરવિંદભાઇ પટેલ મોરબી બેઠક પરથી ચૂંટણી લડશે. જન અધિકાર મંચ દ્વારા તેના ઉમેદવારોની યાદી જાહેર કરી ગુજરાતના રાજકારણમાં સૌપ્રથમવાર એન્ટ્રી મારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, બેરોજગારી, કર્મચારીઓના, સામાન્ય જનતા, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને લઇ જન અધિકાર મંચે અત્યારસુધી સરકાર સામે જબરદસ્ત લડત આપી હતી, જેના કારણે પાંચ હજાર યુવાનોને રોજગારી મળી, ૧.૧૮ લાખ ફિક્સવેતન કર્મચારીઓને પ્રતિવર્ષ ૧૩૦૦ કરોડનો ફાયદો, ફાર્માસીસ્ટોની ગેરહાજરીમાં બિનજરૂરી દવાઓનું વેચાણ કરતાં ૬૭૨૧ મેડિકલ સ્ટોર્સ પર એકશન લેવાતા જનતાના સ્વાસ્થ્ય બાબતે મહત્વપૂર્ણ કામગારી સહિતના ફાયદાઓનો સમાવેશ થાય છે. જન અધિકાર મંચના ઉપરોકત ઉમેદવારો ભલે નવાસવા લાગતા હોય પરંતુ તેઓએ ખેડૂતો, યુવાનો, ફિક્સ વેતનના કર્મચારીઓ, આંગણવાડી-આશા વર્કર બહેનો, આઉટસોર્સીંગ કર્મચારીઓ સહિતના લોકો માટે ચલાવેલી અત્યારસુધીની લડત ઘણી નોંધનીય અને સફળ રહી હતી, તેથી ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તેને હળવાશથી લઇ શકશે નહી. જન અધિકાર મંચના આ યુવા ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે પણ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સારી એવી ટક્કર આપે તેવી પૂરી શકયતા છે.

Related posts

કડી શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન થયું

aapnugujarat

૨૨ રાજ્યોની નાબાર્ડ કચેરીના અધિકારીઓ તથા ડી.ડી.એમ.ઓ.એ મહેસાણા સ્થિત ઈ – શક્તિ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી

aapnugujarat

ढोणका-बगोदरा हाईवे पर दर्दनाक हादसा, 5 की मौत

editor

Leave a Comment

UA-96247877-1