Aapnu Gujarat
ગુજરાત

ભાજપમાં ભડકો : કેટલાક વિસ્તારોમાં બળવાના સુર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઇને ભાજપે શુક્રવારના દિવસે પ્રથમ અને શનિવારના દિવસે બીજી ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદથી ટિકિટ નહીં મેળવનાર સભ્યોના સમર્થકોમાં જોરદાર નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ટિકિટ ફાળવણી લઇને ભાજપમાં પણ ભડકો થયો છે. બળવાના સુર અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ભાજપ ટોપ લીડરશીપે આને લઇને ડેમેજ કન્ટ્રોલની કવાયત પણ હાથ ધર હોવાના પ્રયાસ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામા આવ્યા બાદ રાજયમાં વઢવાણ ઉપરાંત નિકોલ,ઝાલોદ સહિતની છથી વધુ બેઠકો ઉપર કરવામા આવેલી ઉમેદવારોની પસંદગીને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.આ રોષમાં ભાજપના જ બે સીટીંગ સાંસદ દ્વારા પક્ષના નિર્ણયની સામે ઉગ્ર રોષ વ્યકત કરવામા આવ્યો છે.તો આ સાથે જ રાજયમાં જસદણ, મહુવા, નિકોલ, ઠાસરા સહિતની છથી વધુ બેઠક ઉપર ઉમેદવારોની પસંદગી સામે રાજીનામા આપવાનો ક્રમ પણ શરૂ થઈ ગયો છે.રાજયમાં આગામી ૯ તેમજ ૧૪મીના રોજ બે તબકકામા ચૂંટણી યોજાવા જઈ રહી છે આ અગાઉ ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપના કાર્યકરોમા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવનારા રામસિંહ પરમાર અને રાઘવજી પટેલ જેવાઓને ઉમેદવારી કરવાની તક આપવામા આવતા ખેડા જિલ્લાના કાર્યકરોમા ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.જિલ્લામા અનેક કાર્યકરો દ્વારા રાજીનામા આપવામા આવ્યા છે.અમદાવાદ શહેરમા નિકોલ બેઠક માટે જગદીશ પંચાલની કરવામા આવેલી પસંદગી સામે કાર્યકરો કમલમ ખાતે પહોૅંચ્યા હતા.જ્યાં જગદીશ પંચાલને બદલે અન્ય ઉમેદવારને ટિકીટ આપવાની માગણી કરવામા આવી હતી.આ અગાઉ વઢવાણ બેઠકને લઈને કાર્યકરો શનિવારે કમલમ ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા.આ બેઠક માટે પ્રવકતા આઈ.કે.જાડેજાને પ્રબળ દાવેદાર માનવામા આવતા હતા.જો કે આ અંગે તેમણે માત્ર એટલી જ પ્રતિક્રિયા આપી હતી કે,કાર્યકરો તેમની લાગણી વ્યકત કરવા આવ્યા હતા.બીજી તરફ ધંધુકાના ધારાસભ્ય લાલજી મેરને તેમની ટિકીટ કપાશે એવી માહિતી મળતા તેઓ રવીવારે કમલમ ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમણે જો તેમને ટિકીટ આપવામા ન આવે તો તેમના સહયોગીને ટિકીટ આપવા ઉગ્ર રજુઆત કરી હતી.ભાજપ દ્વારા શનીવારે જે ૩૬ ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી તેને પગલે બે સાંસદો પણ ખુલ્લેઆમ બહાર આવ્યા છે.લીલાધર વાધેલા બાદ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ મેદાનમા ઉતર્યા છે.તેમણે તેમના પત્ની માટે ટિકીટ માંગી હોવાનુ જાણવા મળે છે.આ સાથે જ પંચમહાલના ઝાલોદમાં મહેશ ભુરીયાને ટિકીટ ન આપવામા આવતા જિલ્લા પંચાયતના સભ્ય સહિત કુલ ૨૯ લોકોએ રાજીનામા આપી દીધા છે.ભાજપમા વર્ષો સુધી કામ કરવા છતાં યોગ્ય ઉમેદવારને ટિકીટ ન આપવામા આવી હોવાનો વિરોધ આ વખતે ભાજપમા પહેલી વખત આટલા વ્યાપક પ્રમાણમાં સામે આવવા પામ્યો છે.

Related posts

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

૧૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ

editor

२०१७ चुनाव में महिला मतदाता की भूमिका अहम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1