Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં ભાજપની એક બૂથ ૩૦ વર્કર્સની નીતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચારની સાથે સાથે પોતાના બૂથમેજમેન્ટ પણ મજબૂત કરવાની તૈયારી કરી લીધી છે. હવે ભાજપે એક બૂથ ૧૦ યુથની જગ્યાએ એક બૂથ ૩૦ વર્કર્સની રણનીતિ ઉપર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. જેના પરિણામ સ્વરુપે કાર્યકરોની જવાબદારી બૂથના માત્ર ૨૫થી ૩૦ વોટરની રહેશે. પાર્ટીને લાગે છે કે, આવુ કરવાથી તેના કાર્યકરો વધારે પ્રભાવીરીતે મતદારો સુધી પહોંચી શકશે. ચૂંટણી જીતવા માટે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સૌથી વધારે બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમ માનવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને જે સીટો મળી હતી તે પણ અમિત શાહના બૂથ મેનેજમેન્ટના કારણે મળી હતી. આવી સ્થિતિમાં તેઓ ફરી એકવાર પોતાના વતન રાજ્ય ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટને લઇને કોઇ કમી છોડવા ઇચ્છુક નથી. ભાજપના સુત્રોએ કહ્યું છે કે, પાર્ટી પ્રમુખ અમિત શાહનું પહેલા પણ બૂથ મેનેજમેન્ટ ઉપર ધ્યાન રહ્યું છે પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને પાર્ટીએ એક અલગ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે. પાર્ટીએ નબળા બૂથની ઓળખ કરી લીધી છે અને એવા નબળા બૂથ ઉપર મજબૂતી માટે ૧૦ની જગ્યાએ ૩૦ વર્કરોને તૈનાત કરવાનો નિર્ણય કરાયો છે. પાર્ટીની સમગ્ર રણનીતિ બૂથ મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે. જે વિધાનસભા ક્ષેત્રોમાં તેમની સ્થિતિ ખુબ મજબૂત છે ત્યાં પાર્ટી તરફથી પહેલાથી જ નક્કી કરવામાં આવેલી સિસ્ટમથી બૂથ પર કામકાજ કરવામાં આવશે પરંતુ જે વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટીની સ્થિતિ નબળી છે તેવી સીટો ઉપર નવી રીતે રણનીતિ અપનાવવામાં આવી છે. ભાજપની રણનીતિ છે કે, મજબૂત બૂથ ઉપર વધારે ભાર મુકવામાં આવે. કેમ કે વધુને વધુ મતદાન થવા માટેની બાબત મહત્વપૂર્ણ છે. ભાજપ સમર્પિત મતદારો કોઇપણ કિંમતે બૂથ ઉપર પહોંચે તે જરૂરી છે. આવી જ રીતે નબળા બૂથ ઉપર એવા વોટરોની ઓળખ કરવામાં આવશે જે કોઇને કોઇ કારણસર ભાજપથી દૂર રહ્યા છે. આવા ઓળખી કાઢવામાં આવેલા વોટરો સુધી પહોંચીને તેમની ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવશે અને ત્યારબાદ પાર્ટીની તરફેણમાં લાવવામાં આવશે. પાર્ટીના સુત્રોનુ ંકહેવું છે કે, આ પ્રકારના દરેક બુથ ઉપર ઓછામાં ઓછા ૩૦ વર્કરો મુકવામાં આવી રહ્યા છે. એટલે કે એક વર્કરને ૨૫થી ૩૦ વોટર સુધી પહોંચવાની જવાબદારી સોંપાઈ છે. એટલે કે એક પેજ પર જેટલા વોટરોના નામ નોંધાયેલા હોય થ્છે તેમના માટે એક વર્કર તૈનાત કરાશે. આરીતે વર્કર માટે પણ કામ કરવાની બાબત સરળ રહેશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, આ રીતે પસંદગીના બૂથ ઉપર જઇને જો પાર્ટી ૧૦ ટકા મત પણ લાવે છે તો તેની સીધી અસર થઇ શકે છે અને પાર્ટી ૧૫૦ પ્લસના મિશન સુધી પહોંચી શકે છે. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરોની જરૂરિયાત દેખાઈ રહી છે. સ્થાનિકની સાથે સાથે પાર્ટીએ દેશભરના બીજા કાર્યકરોની મદદ પણ લીધી છે જે ગુજરાતમાં આવી ચુક્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

सूरत नगर निगम चुनाव, 64 सीटों के लिए भाजपा की ओर से 1041 दावेदार

editor

શહેરમાં ચિકનગુનીયાના કેસમાં ૬૮ ગણો વધારો થતાં તંત્ર ચિંતિત

aapnugujarat

ત્રણ દીવાદાંડી, અલંગ શીપ બ્રેકિંગને વિકસાવવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1