Aapnu Gujarat
ગુજરાત

વાયુ સેનાનાં વડાએ સ્વાક કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યુ

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (સ્વાક)ની વાર્ષિક કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ૧૭ નવેમ્બર, ૨૦૧૭નાં રોજ ગાંધીનગરમાં એર ચીફ માર્શલ બી એસ ધનોઆ પીવીએસએમ એવીએસએમ વાયએસએમ વીએસએમ એડીસી ચીફ ઓફ ધ એર સ્ટાફે કર્યું હતું. કોન્ફરન્સમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં સ્થિત સ્ટેશનમાં કાર્યરત કમાન્ડરોએ હાજરી આપી હતી.અગાઉ આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (એએફડબલ્યુડબલ્યુએ)નાં પ્રમુખ શ્રીમતી કમલપ્રીત ધનોઆ સાથે ચીફ ઑફ એર સ્ટાફનું સ્વાગત સ્વાકનાં એર માર્શલ આર. કે. ધીર પીવીએસએમ એવીએસએમ વીએસએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને એએફડબલ્યુડબલ્યુએ (રિજનલ)નાં પ્રમુખ શ્રીમતી નીલમ ધીરે કર્યું હતું.
ગાંધીનગરમાં સ્વાકનાં હેડક્વાર્ટરમાં આગમન પર એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ પ્રભાવશાળી ગાર્ડ ઑફ ઓનર મેળવ્યું હતું. પોતાનાં ઉદ્ઘાટન ભાષણમાં ચીફ ઑફ એર સ્ટાફે સુપરત કરાયેલા લક્ષ્યાંકો હાંસલ કરવામાં સ્વાકનાં વાયુદળનાં સૈનિકો દ્વારા પ્રદર્શિત શિસ્ત અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે ઉપલબ્ધ સંસાધનોનાં અસરકારક ઉપયોગ સાથે સંપૂર્ણ કાર્યકારી સજ્જતા જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે વાયુદળનાં સૈનિકોને અદ્યતન ટેકનોલોજીઓ સાથે સજ્જ રહેવા તથા ક્ષમતાઓ અને માળખાનાં મુખ્ય અપગ્રેડેશન સાથે આઇએએફને આગેકૂચ કરતી વખતે સંબંધિત પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો હતો. વડાએ વાયુદળનાં દરેક સૈનિકને શિસ્ત અને સંકલન પ્રદર્શિત કરવા અપીલ કરી હતી.વાર્ષિક કોન્ફરન્સ સ્ટેશન કમાન્ડર્સ માટેનું ફોરમ છે, જેનો ઉદ્દેશ કમાન્ડ હેડક્વાર્ટર્સમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરી, જાળવણી અને વહીવટી બાબતો પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવાનો છે. કોન્ફરન્સ દરમિયાન ચીફ ઑફ એર સ્ટાફે વિવિધ ટ્રોફીઓ એનાયત કરીને જુદાં જુદાં સ્તરે વિવિધ એકમોની નોંધપાત્ર કામગીરીને બિરદાવી હતી.

Related posts

દારૂ-બિયર ના મસમોટા જથ્થા સાથે બે શખસો ઝડપાયા

editor

संवेदनशील गुजरात..? रात के अंधेरे में नकली डॉक्टर का जनता के स्वास्थ से खिलवाड़

aapnugujarat

અંબાજી ખાતે માં અંબાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

editor

Leave a Comment

UA-96247877-1