Aapnu Gujarat
ગુજરાત

અંબાજી ખાતે માં અંબાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરેલો છે. જેમાં આરતી સવારે ૦૭:૩૦ થી ૦૮:૦૦, દર્શન સવારે ૦૮:૦૦ થી ૧૧:૩૦, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, સાંજે આરતી ૧૮:૩૦ થી ૧૯:૦૦, સાંજે દર્શન ૧૯:૦૦ થી ૨૧:૦૦ રહેશે. 

       તેમજ નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે. (૧) ઘટ સ્થાપનઃ- આસો સુદ-૧ ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ સમય સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ (૨) આસો સુદ ૮ :- બુધવારને તા.૧૩/૧૦/૨૦૨૧ આરતી સવારે ૦૬:૦૦ કલાકે (૩) ઉત્થાપન:- આસો સુદ–૮ બુધવારને તા.૧૩/૧૦/૨૦૨૧ આરતી સવારે ૧૧:૧૦ કલાકે (૪) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-૧૦ શુક્રવારને તા.૧૫/૧૦/૨૦૨૧ સાંજે ૦૬:૦૦ કલાકે (૫) દૂધ પૌઆનો ભોગ:-તા.૨૦/૧૦/૨૦૨૧ને બુધવારના રોજ  રાત્રે ૧૨:૦૦ કલાકે કપૂર આરતી (૬) આસો સૂદ પૂનમ:- આસો સુદ-૧૫ બુધવાર તા.૨૦/૧૦/૨૦૨૧ને આરતી સવારે ૦૬:૦૦ કલાકે રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

Related posts

ભરૂચ:માલધારી સમાજ દ્વારા સરકારે લાગુ કરેલ પશુપાલન બિલ ના વિરોધ માં કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

aapnugujarat

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તલાટી મંત્રી નહિ હોવાને કારણે TDOની કચેરીમાં રામધૂન બોલાવી સુત્રોચ્ચાર કર્યો

aapnugujarat

सीविल अस्पताल के २४२ में से ७० सीसीटीवी कैमरे बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1