Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શશીકલાના પતિ એમ. નટરાજનની બે વર્ષની સજા અકબંધ

આવકના જાણીતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિના મામલામાં જેલમાં રહેલા અન્નાદ્રમુક નેતા વીકે શશિકલાના પતિ એમ. નટરાજનની મુશ્કેલી પણ વધી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે એક જુના મામલામાં નટરાજનની બે વર્ષની સજાને યોગ્ય ઠેરવી છે. આ મામલામાં શશિકલાના એક સંબંધીની સજા પણ યોગ્ય રાખવામાં આવી છે. શશીકલાના પતિ નટરાજન સાથે જોડાયેલો આ મામલો વર્ષ ૧૯૯૪નો છે. નટરાજન પર લંડનથી એક લકઝરી કાર મંગાવવા અને તેના બિલમાં છેતરપિંડી કરવાનો આ મામલો છે. આ મામલામાં વર્ષ ૨૦૧૦માં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મામલામાં નટરાજનના સંબંધી ભાસ્કરને પણ સજા થઇ હતી. નીચલી કોર્ટની સજાને હવે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવી છે. નટરાજનની તાજેતરમાં જ કિડનીની સારવાર થઇ છે.
આ ગાળા દરમિયાન જ શશિકલા પણ જેલની બહાર આવ્યા હતા. હોસ્પિટલમાં ભરતી પતિને જોવા માટે શશિકલાને મંજુરી મળી હતી. તે પાંચ દિવસ માટે પેરોલ ઉપર બહાર આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે શશિકલાને આવકના જાણિતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિ મામલામાં ચાર વર્ષની સજા ફટકારી હતી. આવકથી વધુ સંપત્તિના મામલામાં જયલલિતા, શશિકલા અને શશિકલાના બે સંબંધીઓ ઉપર પણ આક્ષેપો મુકવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૯૧થી વર્ષ ૧૯૯૬ વચ્ચે ૬૬ કરોડ રૂપિયાની સંપત્તિ એકત્રિત કરવામાં આવી હતી જેમાં ૮૧૦ હેક્ટર જમીન, ગોલ્ડ જ્વેલરી અને હજારો સાડીઓનો સમાવેશ થાય છે. જેલમાં રહેલા શશીકલાના પતિની તકલીફ આગામી દિવસોમાં વધી શકે છે. જુના મામલામાં બે વર્ષની સજા યોગ્ય ઠેરવવામાં આવી છે. શશિકલા નટરાજન હાલમાં કાયદાકીય સકંજાનો સામનો કરી રહ્યા છે.

Related posts

નેશનલ પેન્શન સ્કીમ : વય મર્યાદા વધારીને ૬૫ કરાઈ

aapnugujarat

પદ્માવત પર પ્રતિબંધના વધુ એક પ્રયાસને ફટકો : સુપ્રીમ કોર્ટે દાખલ કરાયેલી અરજીને ફગાવી

aapnugujarat

मालदीव के दौरे पर रवाना हुए पीएम नरेंद्र मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1