Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નેશનલ પેન્શન સ્કીમ : વય મર્યાદા વધારીને ૬૫ કરાઈ

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે, નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં સામેલ થવા માટેની અપરએજ લિમિટ વર્તમાન ૬૦થી વધારીને ૬૫ વર્ષ કરી દેવામાં આવી છે. ચેરમેન પીએફઆરડીએ હેમંત કોન્ટ્રાક્ટરે આજે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પેન્શન રેગ્યુલેટર બોર્ડે પહેલાથી જ આ ફેરફારને મંજુરી આપી દીધી છે. હવે ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં જરૂરી આદેશો પણ જારી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, એનપીએસ હાલમાં ૧૮થી ૬૦ વર્ષથી વચ્ચેના લોકો માટે ખુલ્લા તરીકે છે. અમારા બોર્ડે હવે ૬૫ વર્ષ સુધી નેશનલ પેન્શન સ્કીમમાં સામેલ થવા માટે વય વધારવાને મંજુરી આપી દીધી છે. કોન્ટ્રાક્ટરે એમ પણ કહ્યું હતું કે, આ સ્કીમનો લાભ વધુને વધુ લોકોને મળે તેનો હેતુ રાખવામાં આવી રહ્યો છે. સરકારે પેન્શનમાં સુધારા પ્રક્રિયા મોટાપાયે હાથ ધરી છે. એનપીએસને વધુ આકર્ષક અને લોકલક્ષી બનાવવાના હેતુસર કેટલાક ફંડને લઇને ગણતરી થઇ રહી છે. નિવૃત્તિ ફંડના ટ્રાન્સફર અથવા તો પોર્ટીબિલીટીની સુવિધાના હેતુસર પેન્શનનાં સરકાર દ્વારા સુધારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, પેન્શનને અન્ય સેક્ટરો પણ ખોલવાની હિલચાલ ચાલી રહી છે. ભારતમાં માત્ર ૧૫થી ૧૬ ટકા જેટલા કર્મચારીઓને પેન્શન હેઠળ હજુ સુધી આવરી લેવામાં આવ્યા છે. કારણ કે, વર્કફોર્સ પૈકી ૮૫ ટકા વર્કફોર્સ અનઓર્ગેનાઇઝ્‌ડ અથવા તો અનૌપચારિક સેક્ટરમાં આવે છે. એનપીએસના લાભને લઇને માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં આજે લોએસ્ટ કોસ્ટ પેન્શન સ્કીમ ભારતમાં રહેલી છે. કોસ્ટ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, કોસ્ટમાં એક ટકા અંતર પણ ૨૫થી ૩૦ વર્ષને કવર કરે છે. જ્યારે અંતિમ ગણતરી કરવામાં આવે છે ત્યારે ૧૫-૧૬ ટકા અંતર આવી જાય છે. એનપીએસને વધુ આકર્ષક અને સરળ બનાવવાના પ્રયાસ પણ હાલના દિવસોમાં કરવામાં આવી ચુક્યા છે. મોદી સરકારે છેલ્લા ઘણા સમયથી આર્થિક સુધારાઓની પ્રવૃત્તિને વધુ ઝડપી અને તીવ્ર બનાવી છે. આ દિશામાં હવે નેશનલ પેન્શન સ્કીમમાં સામેલ થવા માટે અપરએજ લિમિટ ૬૫ વર્ષ સુધી કરી દેવામાં આવી છે. જે હાલમાં ૬૦ વર્ષ હતી. ટ્રાન્સફરિંગ સુપરએન્યુસન ફંડ ટુ નેશનલ પેન્શન સિસ્ટમ ઉપર આયોજિત એક કોન્ફરન્સમાં કોન્ટ્રાક્ટરે આ અંગેની જાહેરાત કરી હતી.

Related posts

કોઇ રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણ કરાશે નહીં : માયાવતી

aapnugujarat

અમારા લોહીથી બની હતી કોંગ્રેસ પાર્ટી, કમ્પ્યૂટરથી નહીં : ગુલામ નબી આઝાદ

aapnugujarat

હિમાચલમાં વરસાદથી ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1