Aapnu Gujarat
રમતગમત

ચાન યંગ- હિંગીસની જોડી મહિલા ડબલ્સમાં ચેમ્પિયન

ન્યુયોર્કમાં રમાયેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમા ંમાર્ટિના હિંગીસે જોરદાર ઇતિહાસ સર્જયો છે. હિંગીસે યુએસ ઓપનમાં મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સનો તાજ જીતી જવામાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૭માં યુએસ ઓપન ખાતે મિક્સ્ડ ડબલ્સનો તાજ જીતી લીધાના એક દિવસ બાદ સ્વીસ સ્ટાર માર્ટિના હિંગીસે તેની ૧૩મી મહિલવા ડબલ્સની ગ્રાન્ડ સ્લેમ જીતી લીધી હતી. મોટી વિજેતાના સર્કલમાં હિન્ગીસે હવેએક નવી પાર્ટનરને મેદાનમાં ઉતારી દીધી છે. આર્થર એશ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ચાહકોની હાજરીમાં રમાયેલી ફાઇનલ મેચમાં હિંગીસ અને ચાનયંગ જાનની જોડીએ ચેક ગણરાજ્યની ટીમ લુસી રેડેકા અને કેટેરીના સિનિયાકોવા પર સીધા સેટોમાં ૬-૩, ૬-૨તી જીત મેળવી હતી. તાઇવાન અને સ્વીસની જોડીએ વર્ષ ૨૦૧૭માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ જોડીએ વર્ષ ૨૦૧૭માં સાત ટ્રોફી જીતી છે. જો કે પાર્ટનર તરીકે હવે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી છે.
ચાને પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી જવામાં સફળતા મેળવી છે. તે બે વખત મહિલા ડબલ્સમાં રનર્સ અપ રહી છે. આની વિરુદ્ધમાં હિંગીસે ૨૫ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યા છે. સિંગલ્સ, ડબલ્સ અને મિકસ્ડ ડબલ્સમાં તેનો દેખાવ ધરખમ રહ્યો છે. અત્રે નોંધનીય છે કે મહિલા ડબલ્સ પહેલા માર્ટિના હિંગીસ અને જેમી મરેની જોડીએ મિકસ્ડ ડબલ્સમાં તાજ જીતી લીધો હતો. બંન્નેની જોડી અસરકારક સાબિત થઇ રહી છે.
શનિવારના દિવસે આ જોડી વિજેતા બની હતી. વિમ્બલ્ડનમાં રમવાની શરૂઆત કર્યા બાદ તેમનો રેકોર્ડ ૧૦-૦નો રહ્યો છે. માર્ટિના હિંગીસ સતત શાનદાર દેખાવ કરી રહી છે. માર્ટિના હિંગીસ સાથે રમવાની બાબત પડકારરૂપ હોય છે. જેમીએ કહ્યુ છે કે હિંગીસ મહાન ખેલાડી છે. બીજી બાજુ મહિલા સિંગલ્સનો તાજ અમેરિકન બ્યુટી સ્લોઆન સ્ટેફેન્સે જીતી લીધો હતો. બીજી બાજુ મહિલા વર્ગમાં શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરેલી અમેરિકાની સ્લોઆન સ્ટેફન્સે મેડિસન કી ઉપર ૬-૩, ૬-૦થી સીધા સેટોમાં એક કલાક અને એક મિનિટની મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં સ્ટેફન્સ છવાયેલી રહી હતી. આની સાથે જ આ વખતે યુએસ ઓપનમાં નવી મહિલા ખેલાડી વિજેતા તરીકે ઉભરી છે. મેડિસન કી આ વખતે યુએસ ઓપનમાં કિલર બનીને ઉભરી હતી અને કેટલાક મોટા અપસેટ સર્જ્યા હતા પરંતુ સ્લોઆન સામે ફાઈનલમાં તે ટકી શકી ન હતી અને મેચ એક તરફી સાબિત થઇ હતી. નવા રેંકિંગ હવે જારી કરવામાં આવશે ત્યારે રેંકિંગમાં જોરદાર સુધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

PCA Award : Ben Stokes selected best cricketer of the year

aapnugujarat

सपने पूरा करने की कोई उम्र नहीं होती : रोहित शर्मा

aapnugujarat

रोहित-ईशांत की गैरमौजूदगी टेस्ट में चिंता की बात नहीं : लैंगर

editor

Leave a Comment

UA-96247877-1