Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલની સોદાબાજીને લઇ આક્ષેપબાજી શરમજનક : સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન

સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને રાફેલ યુદ્ધ વિમાનોના સોદાબાજીના મામલાનો બચાવ કર્યો છે અને આ સોદાબાજી ઉપર આક્ષેપ કરવાની બાબત શરમજનક છે. આ પ્રકારના આરોપ મુકવાથી સુરક્ષા દળોના જુસ્સાને અસર થશે. તેમણે કહ્યું છે કે, યુપીએના શાસનમાં પ્રતિવિમાન જે કિંમત ઉપર વાત કરવામાં આવી રહી હતી. એનડીએ સરકારે તેનાથી ખુબ સારી કિંમતમાં વિમાનોની ખરીદી કરી છે. સીતારામને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સંરક્ષણમંત્રીએ ૧૦ વર્ષ સુધી સંરક્ષણ આધુનિકીકરણને રોકવા માટે કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૩૬ રાફેલ વિમાનોની સોદાબાજી ઇમરજન્સી ખરીદદારી તરીકે હતી. કારણ કે, કોંગ્રેસે સેનાઓની તૈયારી તરફ ધ્યાન આપ્યું ન હતું. કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર ૧૦ વર્ષ સુધી કોઇ નિર્ણય લઇ શકી ન હતી જ્યારે હવાઈ દળની આ જરૂરિયાત હતી.
હવે કોંગ્રેસ પાર્ટીના લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આનાથી દુખ થાય છે. કોંગ્રેસ પાર્ટી હવે રાજનીતિ રમી રહી છે. સશસ્ત્ર દળોની તૈયારી માટે એનડીએ સરકારે અતિ ઝડપથી નિર્ણયો કર્યા છે. રાફેલ ખરીદદારીમાં તમામ પ્રક્રિયાને પાળવામાં આવી છે. ટેકનોલોજી ટ્રાન્સફર અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે ૩૬ વિમાનો માટે આ આર્થિકરીતે યોગ્ય ન રહી હોત. રક્ષામંત્રીએ એમપણ કહ્યું હતું કે, ફ્રાંસે વધુ વિમાન વેચવાની ઓફર કરી છે પરંતુ અમારી તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો માટે ગયા વર્ષે ફ્રાંસ પાસેથી ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં સોદાબાજી કરાઈ હતી.

Related posts

રામસેતુને કોઇપણ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં : સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે ખાતરી આપી

aapnugujarat

કમલનાથે ભાજપ સરકારની મીસાકેદીઓ માટેની વધુ એક યોજના બંધ કરી

aapnugujarat

कर्नाटक विधानसभा चुनाव : टिकट को लेकर बवाल, हार सकती है पार्टी : कांग्रेस नेता के. रहमान खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1