Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીમાં ૧.૧૧ લાખથી વધુ અવિલોપ્ય શાહી બોટલનો ઉપયોગ થશે

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં કોઈ મતદાર બીજી વાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ચૂંટણી તંત્ર દ્વારા અવિલોપ્ય શાહીથી આંગળી પર નિશાની કરવામાં આવે છે. આ નિશાની સામાન્ય રીતે દરેક મતદારનાં ડાબા હાથની પહેલી આંગળી પર નખની ટોચથી લઈને પ્રથમ વેઢાનાં સાંધા સુધી કરવામાં આવે છે.
આ તમામ પ્રક્રિયા ભારતીય ચૂંટણી તંત્રની સૂચના અનુસાર કરવામાં આવે છે.આ અવિલોપ્ય શાહી મૈસૂરથી મંગાવવામાં આવે છે.
આ શાહીની ખાસિયત એ છે કે જે તે મતદારની આંગળી પર એક વખત લગાવ્યા બાદ લાંબા સમય સુધી રહે છે. તેના કારણે એક જ મતદાર દ્વારા બીજી વખત મતદાન કરવાની સંભાવના રહેતી નથી.
રાજ્યનાં ૫૦ હજારથી વધુ મતદાન મથકો પર આ શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીની ૧૦ મિ.લી.ની એક બોટલ એવી અંદાજે ૧.૧૧ લાખ બોટલનો ઉપયોગ કરવામાં આવશે.

Related posts

ઓબીસી એકતા મંચ દ્વારા ખેડૂતોના દેવા માફી માટે લડત શરૂ, ૨૫ તાલુકાઓમાં રેલીઓ યોજાશે

aapnugujarat

રાજયના કોન્ટ્રાકટર્સની હડતાળ આખરે મુલત્વી

aapnugujarat

ગૌતમ અદાણી ગુજરાતમાં 5 વર્ષમાં બે લાખ કરોડનું રોકાણ કરશે, એક લાખ જોબ સર્જાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1