Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોના મોત મુદ્દે સાયન્ટીફિક તપાસ કરવા જોરદાર માંગણી

મહારાષ્ટ્રના યવતમાળમાં થોડા સમય પહેલાં ૪૦ ખેડૂતોના મૃત્યુના ચકચારભર્યા પ્રકરણમાં જંતુનાશક દવાઓ જવાબદાર હોવાના સ્થાનિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મૂકાયેલા આરોપના ઉહાપોહ બાદ હવે ક્રોપ કેર ફેડરેશન ઓફ ઇન્ડિયા જંતુનાશક દવાનું ઉત્પાદન કરતાં ઉદ્યોગોના સમર્થનમાં આગળ આવ્યું છે. સીસીએફઆઇએ આ સમગ્ર મામલામાં સાયન્ટીફિક તપાસ કરવા અને ખેડૂતોનું કલીનીકલ ડેથ કેવી રીતે થયું તે જાણવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલી સીટમાં ટોકિસકોલોજીમાં નિષ્ણાત તજજ્ઞોને સમાવી તપાસ હાથ ધરવા ઉગ્ર માંગણી કરી છે. સીસીએફઆઇએનું આ સમર્થન એટલા માટે મહત્વનું બની રહે છે કારણ કે, જંતુનાશક દવાના ઉત્પાદકોમાં ગુજરાતના પણ ઘણાખરાનો સમાવેશ થાય છે. સીસીએફઆઇના ચેરમને રાજુ શ્રોફે સીટને સોંપાયેલા ટર્મ ઓફ રેફરન્સ(તપાસના મુદ્દાઓ)ની તાત્કાલિક સમીક્ષા કરવા પણ માંગ કરી છે. સીસીએફઆઇના ચેરમેન રાજુ શ્રોફે વધુમાં જણાવ્યું હતું કે, જંતુનાશક દવાના છંટકાવ માત્રથી ખેડૂતોના મૃત્યુ થયા હોવાનો આરોપ કે તપાસ પૂર્વગ્રહયુકત, અવૈજ્ઞાનિક અને ખોટી બાબતની દિશામાં છે. તેમણે આ સમગ્ર મામલામાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ખેતરોમાં છંટકાવ માટે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાના સ્પ્રે સોલ્યુશનમાં ૯૯ ટકા ભાગ પાણી અને એક ટકા ભાગ જંતુનાશક દવા હોય છે. જંતુનાશક સ્પ્રેની કેટલીક બુંદ ત્વચા પર પડે તો તે નુકસાન પહોંચાડી શકે પરંતુ તે જીવલેણ તો નીવડી જ શકતી નથી. પ્રસ્તુત કેસમાં અમરાવતીની સરકારી લેબમાં મૃતક કેટલાક ખેડૂતોના લોહીના નમૂનાઓના પૃથ્થકરણમાં દવાના કણના અવશેષ મળ્યા નથી. આમ, જતંુનાશક દવાના છંટકાવથી ખેડૂતોના મૃત્યુ થયા છે તે વાત અવૈજ્ઞાનિક, અતાર્કિક અને રાજનીતિ પ્રેરિત છે. આ તમામ આરોપ ભારતના કૃષિ અને મહારાષ્ટ્રના કપાસના ઉત્પાદનને બદનામ કરવાના બદઇરાદાથી થઇ રહ્યા છે એમ સીસીએફઆઇના સલાહકાર એસ.ગણેશને જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કોઇપણ જાતની સુનાવણી કર્યા વિના જંતુનાશક દવા પર આ સમગ્ર મામલામાં દોષનો ટોપલો ઢોળી તેને ગુનેગાર ચીતરવાનું યોગ્ય કે વાજબી નથી. સીટની યોગ્ય તપાસ માટે જરૂરી ડેટા, ઇનપુટ સહિતની તમામ મદદ અને સાથ-સહકાર આપવા પણ સીસીએફઆઇએ તૈયારી દર્શાવી છે. મહારાષ્ટ્રની ૪૦ લાખથી વધુ હેકટર જમીનમાં કપાસની ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કપાસની ખેતી કરતું રાજય છે. ભારત કપાસનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક સ્તરે તે કપાસના ઉત્પાદનમાં ૨૬ ટકા યોગદાન આપે છે ત્યારે મહારાષ્ટ્રના કપાસના ઉત્પાદનને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે આવા પાયાવિહોણા આરોપ લાગી રહ્યા છે. સીસીએફઆઇ આ સમગ્ર મામલે સાયન્ટીફિક તપાસની માંગણી કરે છે.

Related posts

भीलोदा से विधानसभा चुनाव लडने के लिए आईपीएस अधिकारी ने नौकरी छोड़ी

aapnugujarat

M.O.D.I. ફેસ્ટની પૂર્વ તૈયારી : સાંસદશ્રીએ લોક આમંત્રણ પ્રચાર રથને કરાવ્યુ પ્રસ્થાન : વડોદરાના પ્રદર્શન મેદાન પર ત્રણ દિવસનો સુશાસન સિધ્ધિ ઉત્સવ ઉજવાશે

aapnugujarat

જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન

editor

Leave a Comment

UA-96247877-1