Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાયપુરમાં સીએમ યોગીએ કહ્યું : અયોધ્યામાં મંદિર બનાવવાની થશે શરૂઆત

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કાનૂની અને આંતરિક સમંતિના ઉપાય કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાયપુરમાં કહ્યું છે કે, ભગવાન રામના જન્મસ્થળ પર રામ મંદિર બનાવવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી બન્યા બાદ યોગી પહેલી વાર રાયપુરના પ્રવાસે ગયા હતા. તેમને કહ્યું કે, ‘હું ભગવાન રામનાં મોસાળમાં આવ્યો છું, જન્મસ્થળ પર રામ મંદિર બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. સુપ્રિમ કોર્ટમાં ૫ તારીખથી પ્રતિદિવસે સુનવણી થશે.’મંદિર નિર્માણ બીજેપી ઈલેક્શન મુદ્દાઓમાં સૌથી મહત્વનો છે. કેન્દ્રમાં મોદી સરકારની સત્તા આવ્યા બાદ રામ મંદિર નિર્માણની શરૂઆત થવાની આશા હતી, પરંતુ સરકાર હંમેશાથી કહે છે કે, અંદરોઅંદરની સહમતિ વગર રામ મંદિર બનાવવામાં આવશે નહી.
યૂપીમાં હિન્દૂવાદી નેતા યોગી આદિત્યનાથના સીએમ બન્યા બાદ રામ મંદિરના નિર્માણની આશા વધારે વધી ગઈ છે. યોગી સીએમ બન્યા પહેલા ઘણા બધા ભાષણોમાં રામ મંદિર બનાવવાના વચનો આપી ચૂક્યા છે. અયોધ્યા વિવાદનો અંત લાવવા માટે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર પણ મુસ્લિમ સમાજના લોકો સાથે સહમતિ બનાવવાની કોશિશમાં લાગ્યો છે. આ પ્રયત્નમાં લખનઉમાં રવિશંકરે મુસ્લિમ ધર્મના કેટલાક નેતાઓ અને ધર્મગુરૂઓ સાથે પણ મુલાકાત કરી હતી. શિયા વક્ફ બોર્ડના પ્રમુખ વસીમ રિઝવીએ તો તે પણ નિવેદન આપ્યો હતો કે, જ્યાં રામલાલનો જન્મ થયો હતો ત્યાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ.

Related posts

યુપીમાં ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવા હિલચાલ

editor

मोदी की इच्छा शक्ति के कारण ही अनुच्छेद 370 का दाग देश से मिट सका – थावरचंद गहलोत

aapnugujarat

કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસ પઠાણકોટ ખસેડવા સુપ્રીમનોઆદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1