Aapnu Gujarat
મનોરંજન

હવે સંજય દત્ત પોતાની હિટ ફિલ્મ સડક-૨માં કામ કરશે

વર્ષ ૧૯૯૧માં સુપર હિટ ફિલ્મ સડકની સિક્વલ ફિલ્મ બનાવવાને લઇને હિલચાલ શરૂ કરવામાં આવી છે. ભૂમિ ફિલ્મ સાથે પોતાની નવી ઇનિગ્સ શરૂ કર્યા બાદ સંજય દત્ત તેની મુળ ફિલ્મમાં કામ કરી શકે છે. તે તૈયાર હોવાનો સંકેત આપી ચુક્યો છે. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, આ ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ ઉપર કામ આગળ વધશે. આ ફિલ્મમાં કલાકારોને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ વિતેલા વર્ષોના સુપર સ્ટાર અભિનેતા સંજય દત્તે હાલમાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે આ ફિલ્મની સિક્વલમાં કામ કરવા માટે તૈયાર છે. જો આ ફિલ્મ બનાવવામાં આવશે તો તેને ખુશી થશે. અભિનેતાએ એમ પણ કહ્યું હતુ ંકે, પટકથા તૈયાર કરવામાં આવી રહી છે. પૂજા ભટ્ટ અને સંજય દત્ત વર્ષ ૧૯૯૧માં બનેલી સુપર હિટ ફિલ્મ સડકમાં મુખ્ય કલાકારો હતા. ત્યારબાદથી આ ફિલ્મની સિક્વલ બનાવવાને લઇને કોઇ હિલચાલ હાથ ધરવામાં આવી નથી. મોટા પડદા ઉપર પણ બંને ફરી ભેગા થશે કે કેમ તે અંગે કોઇ વાત કરવામાં આવી નથી.સડક-૨ ફિલ્મ ચોક્કસપણે પાઇપલાઇનમાં હોવાની વાત ભટ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવી છે. સોશિયલ મિડિયા એકાઉન્ટમાં પુજા ભટ્ટે એક ફોટો પણ મુક્યો છે. વિતેલા વર્ષની આ ફિલ્મ ૧૯૯૧માં બનાવવામાં આવી આ ફિલ્મને ૨૬ વર્ષથી વધુનો ગાળો થઇ ગયો છે. પૂજા ભટ્ટ અને સંજય દત્તની મિત્રતા આજે પણ અકબંધ રહી છે જેથી ફિલ્મ બનાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પૂજા ભટ્ટે અનેક વખત કહ્યું છે કે, જો સારી પટકથા મળશે તો તે ચોક્કસપણે એક્ટિંગ કરશે. પુજા ભટ્ટે પોતાની કેરિયર દરમિયાન આમિર ખાન અને શાહરુખખાન જેવા સ્ટાર સાથે પણ ભૂમિકા કરી હતી. સંજય દત્ત છેલ્લે ભૂમિ ફિલ્મમાં ચમક્યો હતો. જે ફ્લોપ રહી હતી.

Related posts

દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

aapnugujarat

એક્ટર રણબીર કપૂર થયો કોરોના પોઝીટીવ

editor

शाहरूख में बच्चे जैसी ऊर्जा है : आनंद एल राय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1