Aapnu Gujarat
મનોરંજન

દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

બોલિવુડમાં ધીમી ગતિએ લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહેલી દિશા પાટનીએ ફરી એકવાર સુપર હોટ ફોટો પોસ્ટ કરીને નવી ચર્ચા જગાવી છે. આ ફોટો તેના ચાહકોને એટલો પસંદ પડી રહ્યો છે કે ફોટો શેયર થવાના ૧૨ કલાકની અંદર જ તેને ૧૪ લાખ લોકો નિહાળી ચુક્યા છે. ફોટો શેયર કરીને દિશા પાટનીએ પોસ્ટમાં પોતાના ફેન્સને કેટલીક માહિતી પણ આપી છે. દિશાએ ટુ પીસ બિકીનીમાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેયર કર્યો છે. જેમાં તેની સેક્સી એન્ડ ટોન્ડ બોડી નજરે પડી રહી છે. ફોટો શેયર કરીને દિશાએ લખ્યુ છે કે હાલમાં કામ પૂર્ણ થયુ છે. તેના ફેવરીટ બ્રાન્ડની સાથે એક શાનદાર એસોશિએશન આવનાર છે. આ ફોટોમાં દિશા ખુબ હોટ નજરે પડી રહી છે. તે કેલવિન ક્લેઇનના બિકીનીમાં છે. આનાથી અંદાજ મુકી શકાય છે કે તે આ જ બ્રાન્ડ સાથે જોડાઇ ચુકી છે. સામાન્ય રીતે આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે દિશાએ પોતાના હોટ ફોટો ફેન્સની સાથે શેયર કર્યો છે. થોડાક દિવસ પહેલા જ દિશાએ બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રેડ બિકીનીમાં ફોટો શેયર કર્યા હતા. આ ફોટો પણ ચાહકોને ખુબ પસંદ પડ્યા હતા. દિશા પાટનીને બીચ પર રજા માણવાનુ ખુબ પસંદ છે. તે વારંવાર સોશિયલ મિડિયા પર પોતાના એકાઉન્ટમાં બિકીની પહેરેલી હાલતમાં કેટલાક ફોટો મુકી ચુકી છે. ફિલ્મ એમએસ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ મારફતે તે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી. હવે તે ટુંક સમયમાં જ ફિલ્મ ભારતમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજરે પડનાર છે. તે લીડ રોલમાં નજરે પડી રહી છે. ફિલ્મમાં કેટરીના કેફ પણ મોટી ભૂમિકા અદા કરી રહી છે. દિશા પાટની હાલમાં ટાઇગર શ્રોફની સાથે સંબંધના કારણે પણ જાણીતી રહી છે. તે મોટા ભાગના કાર્યક્રમમાં ટાઇગર શ્રોફની સાથે નજરે પડી રહી છે. ટાઇગર અને તે પ્રેમમાં હોવલાના હેવાલ પણ આવી ચુક્યા છે. બીજી બાજુ ટાઇગર અને દિશા ફિલ્મમાં પણ સાથે કામ કરી ચુક્યા છે. આના કારણે તેમની મિત્રતા વધારે મજબુત થઇ રહી છે. દિશા પાટની સોશિયલ મિડિયા પર પોતાની સક્રિયતાના કારણે ચર્ચામાં રહે છે. ટાઇગર સંબંધમાં વાત કરતા તે કહે છે કે ટાઇગર એક કુશળ અભિનેતા તરીકે છે. દિશા પાટની બોલિવુડમાં હાલના સમયમાં કુશળ સ્ટાર તરીકે છે. આ જ કારણસર ભારત ફિલ્મમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ હવે તેની કેરિયરમાં વધારે તેજી આવી શકે છ છે. દિશા સાથે સંબંધના મામલે ટાઇગર શ્રોફ તરફથ હજુ સુધી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા આવી નથી. બીજી બાજુ ટાઇગરના પરિવારના સભ્યોનુ કહેવુ છે કે ટાઇગર પોતાની રીતે પસંદગી કરી શકે છે. તે હાલમાં પોતાના નિર્ણય પોતે કરી શકે છે. બીજી બાજુ મોટા ભાગે ટાઇગર અને દિશાએ જાહેરમાં એમ જ કહ્યુ છે કે તેમની વચ્ચે મિત્રતા છે અને હાલમાં કેરિયર પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેમની એક સાથેની ફિલ્મ બાગી બોક્સ ઓફિસ પર લોકોને પસંદ પડી હતી. ફિલ્મ એક્શનથી ભરપુર હતી. હવે દિશા પણ એક્શનથી ભરપુર અને અન્ય બીજી પારિવારિક ફિલ્મમોમાં કામ કરી રહી છે. દિશા પાસેથી ચાહકો કેટલીક નવી સફળ ફિલ્મની આશા પણ રાખે છે.

Related posts

‘કલંક’નું નુકસાન કરન જોહર ભરપાઈ કરશે

aapnugujarat

મૌની રોયની ફિલ્મ ‘ગોલ્ડ’નું શુટિંગ પૂર્ણ

aapnugujarat

प्रियंकापूरी तरह देसी गर्ल हैं : राजकुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1