Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણી : મનમોહનસિંહ આજે જીએસટી મુદ્દે પ્રહાર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી છે ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં મનમોહનસિંહ અર્થતંત્ર અંગે વિસ્તારપૂર્વક વાત કરીને જીએસટી તેમજ નોટબંધી મુદ્દે સરકાર પર પ્રહારો કરનાર છે. સિંહ નોટંધી અને જીએસટી મુદ્દે જ મોટા ભાગે વાતચીત દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરનાર છે. સિંહ પત્રકાર પરિષદ અને જાહેર કાર્યક્રમ પણ કરનાર છે. રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત ગુજરાતમાં ૨૫ સ્થળો પર વેપારીઓ સાથે કોંગ્રેસ પાર્ટીએ બેઠકો કરી છે. કોંગ્રેસના નેતાઓનુ કહેવુ છે કે મનમોહનસિંહને બોલાવવા માટેની વિનંતિ પણ કરવામાં આવી હતી. વેપારીઓ તરફથી રજૂઆત કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ મનમોહનસિંહ સાથે વાતચીત કરી હતી. આખરે મનમોહનસિંહ રાહુલની વાત માની ગયા છે અને પ્રચાર કરવા માટે તૈયાર થયા છે. અર્થશાસ્ત્રી તરીકે મનમોહનસિંહની વિશ્વમાં પ્રતિષ્ઠા છે. આવી સ્થિતીમાં તેમના નિવેદન પર તમામની નજર રહેશે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રચાર દરમિયાન જીએસટી અને નોટબંધીને જોરદાર રીતે ચગાવવા માટે કમરકસી ચુકી છે. આવી સ્થિતિમાં મનમોહનસિંહ અર્થશાસ્ત્રી હોવાના લીધે આ મુદ્દે ખુબ જ તર્કદાર નિવેદન કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ કહી ચુકી છે કે, જીએસટીના પરિણામ સ્વરુપે ગુજરાતના વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે. આ સંબંધમાં રાહુલ ગાંધી બુધવારના દિવસે સુરત પહોંચી રહ્યા છે. સુરતમાં રાહુલ ત્રીજી નવેમ્બરના દિવસે પણ રેલી કરી ચુક્યા છે. કોંગ્રેસની સતત રેલી દર્શાવે છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જીએસટી અને નોટબંધીને લઇને લાભ ઉઠાવવાના પ્રયાસમાં છે. સંસદમાં મનમોહસિંહ પહેલાથી જ નોટબંધીને લઇને કઠોર ટિપ્પણી કરી ચુક્યા છે. નોટબંધીને સંગઠિતરીતે લૂંટનો દરજ્જો આપીને મનમોહનસિંહે વર્તમાન સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. સોમવારના દિવસે પણ મનમોહનસિંહે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં જીએસટીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સિંહ કહી ચુક્યા છે કે, મોદી સરકાર દ્વારા જીએસટી વ્યવસ્થાને લાગૂ કરવાને લઇને ભુલો કરવામાં આવી છે જેના લીધે રોજગારને ફટકો પડ્યા છે. બેઠકમાં મનમોહનસિંહે જીએસટીને ખોટીરીતે લાગૂ કરવાના કારણે અર્થવ્યવસ્થા અને ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો પર પડનાર પ્રભાવનો ઉલ્લેખ કર્યો હતો. મનમોહનસિંહ પહોચે તે પહેલા જીએસટીને લઇને રાહુલ ગાંધી આક્રમક મૂડમાં રહ્યા છે. ગુજરાતમાં પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પણ આક્રમકરીતે પ્રચારના મુડમાં દેખાઈ રહ્યા છે. મનમોહનસિંહના જાહેર કાર્યક્રમ અને પત્રકાર પરિષદ વેળા નોટબંધી પર જ મુખ્યરીતે ચર્ચા છવાશે. મનમોહનસિંહ બાદ પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ૧૦મી નવેમ્બરના દિવસે ઉત્તર ગુજરાત માં ઝંઝાવતી પ્રચાર કરનાર છે. રાહુલ ગાંધી હાલના ગુજરાતના પ્રચાર દરમિયાન મોટા ભાગે જીએસટી અને નોટબંધીના મુદ્દાને ઉઠાવીને મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ જીએસટીના કારણે કારોબારીઓ અને મધ્યમ તેમજ નાના ઉદ્યોગસાહસિકો ભારે નાખુશ છે. મનમોહનસિંહ જીએસટીમાં રહેલી ખામીઓપર ચર્ચા કરનાર છે. સિંહ અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પ્રેસ કોન્ફરન્સ કરનાર છે. સિંહ કોઇની સલાહ લીધા વગર નોટબંધીને અમલી કરવાના મુદ્દે સરકારનો વિરોધ કરનાર છે. મનમોહનસિંહનો આ પ્રવાસ દેશભરમાં બ્લેક ડે મનાવવાના એક દિવસ પહેલા થનાર છે. કોંગ્રેસ પાર્ટી અને અન્યો આઠમીએ કાળો દિવસ મનાવનાર છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. નવમી ડિસેમ્બર અને ૧૪મી ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદથી જ ટોચના નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.

Related posts

નરોડા વિસ્તારમાં પતિની પ્રેમિકાને પત્નિ અને  અન્ય પરિવારજનોએ ઢોર માર માર્યો

aapnugujarat

बीसीआई एग्जाम में अहमदाबाद सेन्टर का परिणाम जारी हुआ

aapnugujarat

नोटबंदी सरकार की सबसे भुल थी : मनमोहन सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1