Aapnu Gujarat
શિક્ષણ

૨૧ દિવસના વેકેશન બાદ સ્કૂલ-કોલેજોમાં ધમધમાટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંબંધિત ૧૫૦૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલ તેમજ રાજ્યની ૩૨૦૦૦થી વધારે પ્રાથમિક સ્કૂલોમાં તથા ગુજરાત યુનિવર્સિટી સંબંધિત ૩૫૦થી વધુ કોલેજોમાં આજે ફરી એકવાર દિવાળી વેકેશન બાદ ધમધમાટ જોવા મળ્યો હતો. સ્કૂલ કોલેજોમાં બાળકો પહોંચ્યા હતા. ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ૨૧ દિવસના વેકેશનના ગાળા બાદ સ્કૂલ કોલેજો આજે ખુલી ગઈ હતી. સ્કૂલ કોલેજોના સંકુલ બાળકોથી ગુંજી ઉઠ્યા હતા. દિવાળી વેકેશનનો રવિવારે છેલ્લો દિવસ હતો. સ્કૂલોમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ હતી. ફુલગુલાબી ઠંડી વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ સ્વેટરમાં પણ નજરે પડ્યા હતા. જીએસઇબી તરફથી જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૧૭-૧૮ના કેલેન્ડર મુજબ બીજા શૈક્ષણિક સત્રની આજે શરૂઆત થઇ હતી અને હવે ૩૦મી એપ્રિલ ૨૦૧૮ સુધી ચાલશે. બીજા સત્રમાં ૧૪૦ દિવસ કાર્ય થશે. ગરમીઓની રજાઓ પહેલી મે ૨૦૧૮થી શરૂ થશે. જે ૪થી જૂન ૨૦૧૮ સુધી ચાલશે. ૩૦મી એપ્રિલ ૨૦૧૮ કાર્ય માટે અંતિમ દિવસ રહેશે. પ્રથમ સત્રમાં આઠ અને બીજા સત્રમાં ૧૧ જાહેર રજા રહેશે. ૨૦૧૭-૧૮ના પ્રથમ સત્રની શરૂઆત પાંચમી જૂને થઇ હતી. ૧૫મી ઓક્ટોબર સુધી પ્રથમ સત્ર ચાલ્યું હતું. પાંચમી નવેમ્બર ૨૦૧૭ સુધી દિવાળી વેકેશનનો ગાળો હતો જેની શરૂઆત ૧૬મી ઓક્ટોબરથી થઇ હતી. પ્રથમ સત્રમાં ૧૦૬ દિવસ શિક્ષણ કાર્ય ચાલ્યું હતું. ૨૦૧૭-૧૮માં ૧૦માં અને ૧૨માંની બોર્ડની પરીક્ષા ત્રણ દિવસ પહેલા એટલે કે, ૧૨મી માર્ચથી શરૂ થશે. સ્કૂલોમાં નવમાં, ૧૧માંની વાર્ષિક પરીક્ષા ૫મી એપ્રિલથી ૧૩મી એપ્રિલ સુધી લેવાશે.

Related posts

આસીસ્ટન્ટ પ્રોફેસરની ભરતી અને બઢતીમાં નીટ ફરજિયાત

aapnugujarat

नीट की पेटर्न पर इंजीनियरिंग के लिए कोमन एडमिशन टेस्ट

aapnugujarat

कक्षा-१ से ८ में आगामी वर्ष में विषयों में फेरबदल होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1