Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં ૨૦ હજાર દારૂની બોટલો સાથે ટ્રક ઝડપાઈ

આવતા મહિને યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. જેના કારણે ખંભાળીયા પોલીસ દ્વારા ભાણવડ રોડ પરથી દારૂ ભરેલી ટ્રક પકડી ઝડપાઈ હતી. આ ટ્રકની તપાસ કરાતા ૨૦, ૧૨૪ દારૂની પેટી મળી આવી હતી.બાતમીના આધારે ખંભાળિયા પોલીસે પકડી પડ્યો હતો અને ખંભાળિયા ખાતે મુદ્દામાલ રાખવા માટે પૂરતી જગ્યા ન હોવાથી સલાયા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે ગુરુવારે સવારે ખંભાળિયા-ભાણવડ રોડ પાસેથી એચઆર-૬૧સી-૪૬૭૯ ટ્રક પસાર થઇ રહ્યો હતો. પોલીસે ટ્રકને રોકીને તપાસ કરાતા ટ્રકમાંથી જૂદી-જૂદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ ૨૦,૧૨૪ નંગ દારૂનો જથ્થો તથા ટ્રક સાથે કુલ એક કરોડ બે લાખ સતાણું હજાર બસોનો મુદ્દામાલ ઝડપાયો હતો.આ મુદ્દામાલ જોઈને પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને બોટલો ગણી-ગણી થાકી ગયા હતા. આ સાથે ૩ ઈસમોને પણ ખંભાળિયા પોલીસે પકડી પાડ્ય જેમાંથી એક વ્યક્તિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનો રહેવાસી છે જ્યારે અન્ય બે પરપ્રાંતીય છે આ ત્રણેયને ખંભાળિયા પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Related posts

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી

aapnugujarat

સરકારે પેશન માં કર્યો વધારો જાણો કેટલા આવશે તમારા ખાતા માં

aapnugujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચામાં આપી હાજરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1