Aapnu Gujarat
Uncategorized

એક્સિસ બેંક અમદાવાદનો ફ્રેંકીંગ મશીનનો પરવાનો રદ

અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલી એકસીસ બેન્કની શાખા દ્વારા ફ્રેંકીંગ મશીન ચાલુ હોવા છતાં નાની રકમનું ફ્રેંકીંગ કરી આપવાનો ઈન્કાર કરી દેવામા આવતા સ્ટેમ્પ વિભાગ તરફથી બેન્કનો ફ્રેંકીંગ મશીનનો પરવાનો રદ કરવામા આવ્યો છે.આ અંગે અધિક સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની યાદીમા જણાવાયા અનુસાર,રાજયના નાગરિકોને સ્ટેમ્પની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તે આશયથી રાજય સરકાર દ્વારા બેન્કોના માધ્યમથી ફ્રેંકીંગ સુવિધાઓ પુરી પાડવામા આવે છે.પરંતુ બેન્ક દ્વારા મશીનની ખામીનુ કારણ બતાવી ફ્રેંકીંગ કરવામા આવતો હોવાની ફરિયાદો મળતા સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા આકસ્મિક તપાસ કરવામા આવતી હોય છે.આ ઉપરાંત અમદાવાદની લો-ગાર્ડન ખાતે આવેલી એકસીસ બેન્ક ખાતે ખામી જણાતા આ પરવાનો રદ કરવામા આવ્યો છે.એકસીસ બેન્કની લો-ગાર્ડન શાખા દ્વારા ફ્રેંકીંગ મશીન ચાલુ હોવા છતાં મશીન બંધ હોવાનુ જણાવી નાની રકમનું ફ્રેંકીંગ કરી આપવાનો ઈન્કાર કરવામા આવતો હોવાની ફરિયાદ મળી હતી તે અંગે આકસ્મિક તપાસ કરવામા આવી હતી અને તપાસ દરમિયાન ખામી જણાતા બેન્કને કારણદર્શક નોટિસ આપવામા આવી હતી.બેન્ક દ્વારા પણ આ ખામીને કબૂલવામા આવતા નાગરિકોને પડતી અગવડને લીધે આ બેન્કનો ફ્રેંકીંગ મશીનનો પરવાનો રદ કરી ફ્રેંકીંગ મશીન પણ જપ્ત કરવામા આવ્યું છે.

Related posts

मैं समाज में बदलाव के लिए रूढ़िवादी विषयों को चुनता हूं : आयुष्मान

aapnugujarat

વેરાવળમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ

aapnugujarat

વંથલી તાલુકાનાં ધંધુસર ગામમાં આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1