Aapnu Gujarat
શિક્ષણ

પ્લેસમેન્ટ : ટીચર્સ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉમદા તક મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી શૈક્ષણિક પ્રોજેકટ પૈકીના એક એવા ટીચર્સ યુનિવર્સિટી એટલે કે, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશન(આઇઆઇટીઇ) ગાંધીનગર દ્વારા વર્લ્ડકલાસ ટીચર તૈયાર થઇ રહ્યા છે અને તાજેતરમાં તેમાં ઘણા મહત્વના સુધારાઓ અમલી બનાવાયા જેના કારણે ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં સંસ્થાના દસ વિદ્યાર્થીઓને નોકરીની ઉજ્જવળ તકો પ્રાપ્ત થઇ શકી છે. જેમાં ચાર વિદ્યાર્થીની કુવૈતમાં તો અન્ય વિદ્યાર્થીઓને દુબઇ સહિતના ફોરેન કન્ટ્રીઝમાં ઉમદા તક પ્રાપ્ત થઇ છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય.નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર્સ એજયુકેશન(એનસીટીઇ)ની મંજૂરી પણ ટીચર્સ યુનિવર્સિટીને મળી ગઇ હોઇ હવે વિશ્વ સ્તરના શિક્ષકો તૈયાર કરવાની પ્રક્રિયા વેગવંતી બનશે એમ અત્રે ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.શશીરંજન યાદવે જણાવ્યું હતું. ટીચર્સ યુનિવર્સિટી ભારતની એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જે નોન એફિલિએટીંગ, સીંગલ ફેકલ્ટીમાં આઇઆઇટીઇ, ગાંધીનગર ખાતે બીએસસી, બીએડ(ચાર વર્ષ ઇન્ટીગ્રેટેડ), બીએ,બીએડ(ચાર વર્ષ ઇન્ટીગ્રેટેડ), એમએસસી, એમએડ(ત્રણ વર્ષ ઇન્ટીગ્રેટેડ), એમએ,એમએડ(ત્રણ વર્ષ ઇન્ટીગ્રેટેડ), એમએડ( બે વર્ષ), બીએડ,એમએડ(ત્રણ વર્ષ ઇન્ટીગ્રેટેડ) સહિતના અભ્યાસક્રમો ચલાવી રહી છે. ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.શશીરંજન યાદવે વધુમાં જણાવ્યું હતું કે, અમે માત્ર બીબાઢાળ અને માત્ર ચોક-ડસ્ટરથી બંધ ઓરડામાં ભણાવતા શિક્ષકોના બદલે ગ્લોબલ ટેકનોલોજી, મેથોડોલોજી સમજી શકતા, બૌધ્ધિક તરલતાવાળા, નવી જનરેશનના વિદ્યાર્થીઓના કઠિન અને તોફાની વિચારોવાળા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે તેવા અને કૌશલ્યપ્રાપ્ત શિક્ષકો તૈયાર કરવાનો નવતર અભિગમ કેળવ્યો છે. આ માટે ક્રાંતિકારી સુધારાઓ અમલી બનાવાયા છે, જેમાં એક સાથે પાંચ-પાંચ સ્કીલ કોર્સીસ ચાલુ કરાયા છે. કોમ્યુનીકેશન સ્કીલ, આઇસીટી સ્કીલ, સ્કૂલ મેનેજમેન્ટ, ડાન્સ, ડ્રામા,પેઇન્ટીંગમાંથી કોઇ એક અને ડેવલપીંગ ઇન્ટીગ્રલ પર્સનાલિટી થ્રુ ઇનોવેશન(ડીઆઇપીટીઆઇ) આ તમામ કોર્સ કમ્પલસરી છે. આઠ સેમેસ્ટરમાં કુલ મળી ૮૦ ક્રેડિટનો અભ્યાસ કરાવાય છે. સ્કીલ કોર્સીસ માટે કોમ્યુનીકેશન લેબ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ કલાસરૂમ સાથેનું અદ્યતન સ્કીલ સેન્ટર પણ ઉભુ કરાયું છે. આ સિવાય પ્રોજેકટ બેઝ લર્નીંગનો નવતર કન્સેપ્ટ પણ અમલી બનાવાયો છે અને વિદ્યાર્થીઓને નિર્ભિક અને નીડર બનાવવાના આશયથી ઘોડેસવારી શીખવાડવાનો અને જુડો-કરાટે પ્રયોગ કે જે સૌથી લોકપ્રિય બન્યો છે. આ નવા રિફોર્મ્સ(સુધારાઓ) સાથે ટીચર્સ યુનિવર્સિટી દેશમાં એક નવા પ્રગતિના સોપાન સર કરવા જઇ રહી છે અને વિશ્વસ્તરના ટીચર્સને તૈયાર કરી દેશ અને દુનિયાને આપશે. ઉપરોકત તમામ કૌશલ્યો, તાલીમ અને નિપુણતા પામેલ શિક્ષક બનીને બહાર પડે ત્યારે તે બીબાઢાળ શિક્ષક કરતાં અલગ જ તરી આવે તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે, ડો.શશીરંજન યાદવની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક બાદ ટીચર્સ યુનિવર્સિટીની નોંધનીય કાયાકલ્પ શકય બની છે.

Related posts

રાજ્યમાં દિવાળી વેકેશન પછી બીજુ સત્ર ૧૫૦-૧૫૫ દિવસથી વધુ લાંબુ હોઈ શકે છે

editor

१२०० विद्यालयों को मिलेगी अनलिमिटेड इंटरनेट सुविधा

aapnugujarat

अहमदाबाद शहर की सीबीएसई स्कूलों को कोई भी प्रकार की जानकारी के लिए अजमेरके चक्कर नहीं होंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1