Aapnu Gujarat
મનોરંજન

આર્સનલના ડિફેન્ડર હેક્ટર સાથે ઇશા ગુપ્તાના સંબંધ

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને જુદા જુદા કારણોસર ચર્ચામાં રહેલી ઇશા ગુપ્તાના હવે આર્સનલના ડિફેન્ડર હેક્ટર બેલ્લેરીન સાથે કોઇ સંબંધ છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. તેના ફેવરીટ ખેલાડી અંગે પુછવામાં આવતા ઇશા ગપ્તાએ કહ્યુ હતુ કે તે ફુટબોલની રમતને ખુબ પસંદ કરે છે. તેના ફેવરીટ ખેલાડી ઘણા બધા છે. મેસુટ ઓજિલ, એલેક્સ સાન્ચેઝ અને ઓલિવર ગિરોડ તેના ફેવરીટ ખેલાડી છે. ઇશા ગુપ્તાએ કહ્યુ છે કે તે છેલ્લા ૧૬ વર્ષથી આર્સનલ ક્લબની ચાહક તરીકે રહી છે. તેને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ઇશા ગુપ્તા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં તે બાદશાહો નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાસ્મી, અજય દેવગન અને ઇલિયાના ડી ક્રુઝની ભૂમિકા હતી. એક્શનથી ભરપુર આ ફિલ્મ લોકોને વધારે પસંદ પડી ન હતી. જો કે ઇશા ગુપ્તા નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. ફિલ્મમાં આઇટમ સોંગમાં સની લિયોનને પણ લેવામાં આવી હતી. રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ ઇશા ગુપ્તાની બોલબાલા વધી છે. ઇશાએ રૂસ્તમમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. તેની કેરિયરમાં તેની મુખ્ય જોડી ઇમરાન હાશ્મી સાથે રહી છે. ઇમરાન હાશ્મી સાથે તેની ફિલ્મોને પણ ચાહકોએ પસંદ કરી હતી. ઇશા ગુપ્તા બોલિવુડની ફિલ્મોની સાથે સાથે ફેશન અને મોડલિંગમાં પણ સફળતા મેળવી ચુકી છે. ઇશા ગુપ્તા તમામ પ્રકારની કુશળતા ધરાવતી હોવા છતાં બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા વચ્ચે ટકી રહેવામાં મુશ્કેલી અનુભવ કરી રહી છે. ઇશા જુદા જુદા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત છે.

Related posts

किसी को मुझे फिल्म में नहीं लेना चाहिए : करण जौहर

aapnugujarat

મિસ ઈન્ડિયા બનવા માટે આત્મસમ્માન નેવે મૂકવુ પડ્યુંઃ શોભિતા ધુલિપાલ

aapnugujarat

શાહરૂખ ખાન આનંદ એલ.રાયની ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1